મુંબઈ: તાજેતરમાં જ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફીમેલ-લીડ સ્પાય થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મની કાસ્ટ પણ એકદમ દમદાર રહી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સ્ટોરી લોકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફ્ળ રહી છે કે નહીં એની વાત કરીએ.
યશરાજ ફિલ્મની (વાયઆરએફ) દ્વારા આ થ્રિલર ફિલ્મની જાહેરાત થઈ હતી તે વખતે ઇન્ટરનેટ પર ઘણી અટકળો શરૂ થઈ હતી કે આ ફિલ્મમાં કોણ કાસ્ટ થશે? આ ફિલ્મ સ્પાઇ યુનિવર્સનો ભાગ હશે કે નહીં, ત્યાર બાદ 'આલ્ફા' ફિલ્મની ટીમમાં આલિયા અને શર્વરીને સામેલ કરવામાં આવી હતી. આ ફ્રેન્ચાઈઝીમાં પહેલા સલમાન ખાન(ટાઇગર), શાહરુખ ખાન(પઠાણ) અને રિતિક રોશન (વોર) જેવા દિગ્ગ્જ્જો કામ કરી ચુક્યા છે.
'આલ્ફા'ની વાર્તા જાણો
આ ફિલ્મમાં મેગાસ્ટાર અનિલ કપૂરે RAW ચીફ વિક્રાંત કોલનું પાત્ર ભજવ્યું છે. બાળકના જન્મના સમયે પોતાની પત્ની જાનકીના મૃત્યુ પછી તે ટ્વિન દીકરીઓ સીતા અને દુર્ગાને છોડીને જાય છે, પણ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. બોબી દેઓલ ફતેહ સિંહ લખાવતના પાત્રમાં છે, જે સીતાનું અપહરણ કરે છે અને તેને એક સૈનિક તરીકે ઉછેર કરે છે.
ફતેહ ચોરીછૂપે એક એક્સપરિમેન્ટલ 'આલ્ફા' ડ્રગ્સના કામકાજમાં મદદ કરી રહ્યો હોય છે, જેને ઘાવને ઝડપથી રુઝાવવા અને માનવીય ઇન્સ્ટિંકટને શક્તિશાળી કરવા માટે બનાવવામાં આવે છે, જેથી તે સૈનિકો માટે ઉત્તમ હથિયાર બની શકે. તેની દેખરેખ માટે સીતા ભાવનાઓથી દૂર થઈને ફક્ત એક જ લક્ષ્ય માટે તૈયાર થઈને એક 'કિલિંગ મશીન' બની જાય છે. બીજી તરફ દુર્ગા પોતાના પરિવારની સુરક્ષા અને આરામદાયક જીવન વચ્ચે ઉછરે છે.

જોકે, વર્ષો બાદ સીતા એટલી ક્રૂર બની જાય છે કે તેને નજરઅંદાજ કરી શકાતી નથી. આ રક્તપાતને રોકવા માટે વ્યાકુળ બનેલો વિક્રાંત દુર્ગાની મદદ લે છે અને એક દીકરીને બીજી દીકરી સાથે લડવા માટે કહે છે. ત્યાર પછી ખુલાસો અને ઈમોશનલ મિલાપનો એક સિલસિલો શરૂ થાય છે અને આખરે બંને બહેનો સામસામે આવે છે.
લોહીનો સબંધ હોવા છતાં બંને બિલકુલ અલગ જીવન જીવનારી સીતા અને દુર્ગા અંતે તે એક આદમી વિરુદ્ધ એકસાથે ઊભી રહે છે, જેણે એક બહેનનું બાળપણ છીનવી લીધું અને તેના પરિવારને બરબાદ કર્યો હતો. આ સફરમાં તેમને ફતેહના ભૂતકાળના એક ગૂઢ રહસ્યની જાણ થાય છે. બંને બહેનો તેને હરાવવામાં સફળ થાય છે કે નહીં, તે આ 'આલ્ફા' ની કહાનીનો મુખ્ય ભાગ છે.
સીતાના અભિનયમાં સારો પ્રયાસ
ફિલ્મમાં આલિયા ભટ્ટે સારો અભિનય કર્યો છે. આલિયા આ ફિલ્મની મુખ્ય 'આલ્ફા' છે અને તે એક ઉત્કૃષ્ટ અભિનેત્રી પણ છે. આલિયા પોતાના અભિનયને કોઈ પણ અભિનયમાં ઢાળી શકે છે, પરંતુ આ ફિલ્મમાં શરૂઆત નબળી થાય છે. તેના અભિનયને ખતરનાક અને ખરાબ બતાવવાની કોશિશમાં તાલમેલ બેસાડવામાં દર્શકોને સમય લાગશે. એક એકશન સ્ટાર તરીકે તેની હાજરી તમારી આદત બની જશે. તેમ છતાં સીતાના અભિનયમાં આલિયાએ સારો પ્રયત્ન કર્યો છે.
'આલ્ફા'માં શર્વરી બીજી લીડ અભિનેત્રી છે અને અફસોસની વાત તો એ છે કે ફિલ્મમાં પણ તેમની સાથે એવું જ વર્તન કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટની તુલનામાં તેને ખૂબ ઓછો સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યો છે છતાં તેણે દરેક સીનમાં પોતાની આગવી છાપ છોડી છે. દુર્ગાના અભિનયમાં તે દમદાર અને અસરકારક લાગે છે. તેણે એકશન સીન પણ ખૂબ સારી રીતે નિભાવ્યા છે.
બોબી દેઓલ 'આલ્ફા' ફિલ્મમાં એક નિર્દય અને ડરામણા અભિનયમાં છે. સ્ક્રીન પર આવતા જ તે સૌ કોઈનું ધ્યાન ખેંચી લે છે. બોબી દેઓલને હવે નેગેટિવ રોલમાં પોતાની સારી ઓળખાણ મળી ગઈ છે.
અનિલ કપૂરે પણ સહજ કામ કર્યું છે. તે રોના ચીફ વિક્રાંત કોલના કિરદારમાં ફિલ્મમાં પરિપક્વ અને ઈમોશનલ પાત્ર ભજવે છે. એક પિતા તરીકે તેમનું દુઃખ અનુભવી શકાય છે. તેમનું પાત્ર તેમના વર્ષોના અનુભવની સાબિતી આપે છે. દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ આ ફિલ્મમાં એક સાઈન્ટીસ્ટની ભૂમિકા નિભાવી છે. તેમણે ખૂબ જ ઓછા સ્ક્રીન ટાઈમ બાદ પણ ઉત્તમ કામ કર્યું છે.
સ્પોઈલર એલર્ટ
અંતે બોલિવૂડના ચાર્મિંગ મેનની વાત કરીએ તો રિતિક રોશન આ ફિલ્મમાં પોતાના 'વોર' ફિલ્મના કબીરના પાત્રમાં પાછા ફરતા જોવા મળે છે અને તેમની એન્ટ્રીથી જ થિએટરમાં જાન આવી જાય છે. તે પણ પંચ અને કીક મારીને 'આલ્ફા' ગલ્સના મિશનમાં સામેલ થઈ જાય છે.
ફિલ્મનું મ્યુઝિક અને ડાયલોગ
આ ફિલ્મમાં હકીકતે તો સંગીતે જ રંગ રાખ્યો છે, જેમાં જયારે આલિયા અને શર્વરી બંદૂક ઉપાડે છે ત્યારે જે સંગીત વાગે છે તે આ એકશન સીનમાં ગંભીરતા લાવી દે છે. સંગીત કોઈપણ ફિલ્મમાં ખુબ જ મહત્વનું પાસું છે. પરંતુ આ ફિલ્મમાં મ્યુઝિક પણ એટલું ખાસ જોવા મળશે નહીં. આ ફિલ્મના ડાયલોગ્સ પણ એકંદરે એટલા દમદાર નથી. ફિલ્મમાં એકશનથી વધારે વાત થાય છે તેવું સમજી શકાય છે.
toh shuru karein? IN CINEMAS NOW 🍿💥🙌🏻
— Yash Raj Films (@yrf) July 3, 2026
Book your tickets 🎟️ - https://t.co/f679ZRqLDf | https://t.co/k9LBXOFzJX pic.twitter.com/C9Qieol6RH
'આલ્ફા' ફિલ્મનું દિગ્દર્શન
યશરાજ ફિલ્મ્સની 'દ રેલવે મેન' થી જેણે ડેબ્યુ કરેલો એવા શિવ રવેલ દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન થયું છે. તેમણે આ ફિલ્મ દ્વારા એકશન ફિલ્મ જોનરમાં એન્ટ્રી કરી છે. તેમને આ ફિલ્મના દરેક પાસાઓ વિષે જાણ છે જેમ કે 'લો એન્ગલ શોટ' ક્યારે લેવો, ક્યારે 'શેકી કેમેરા'નો ઉપયોગ કરવો, 'ક્લોઝ અપ' શોટ ક્યારે લેવો જેવી બાબતોનું ઉત્તમ નોલેજ તેમની પાસે છે.
બોલિવૂડમાં મહિલા પ્રધાન એકશન ફિલ્મો કરવી સરળ નથી, ખાસ તો એવી ઇન્ડસ્ટ્રી જ્યાં લાંબા સમયથી એકશન ફિલ્મોમાં પુરુષોનો દબદબો રહ્યો હોય, 'આલ્ફા'થી કરેલી શરૂઆતમાં એવું માની શકાય કે આ દિગ્દર્શકમાં ખૂબ ક્ષમતા છે.
આ ફિલ્મનો સ્કેલ ખૂબ મોટો છે અને પ્રોડક્શન વેલ્યુ યશરાજ ફિલ્મ્સવાળી છે. આ સાથે આ ફિલ્મમાં બંને અભિનેત્રીએ ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે. બંને એ ખૂબ મહેનત કરી છે, આલિયાએ એક્શન ઠીકઠાક કર્યું છે જયારે શર્વરી તેમાં સફળ રહી છે, આ સાથે જ અન્ય અભિનેતાઓ પણ પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે.
જો આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનું ઈમોશનલ પાસું નબળું છે, આથી એવું કહી શકાય કે ફિલ્મ એટલી દમદાર રહી શકી નથી. આ ફિલ્મમાં શર્વરીને બીજા મુખ્ય પાત્ર તરીકે રાખવાની જગ્યા પર ઉત્તમ રોલ મળવો જરૂરી હતો. આ ફિલ્મના અમુક ટ્વિસ્ટ એટલા સરળ છે કે દર્શકો પણ અગાઉથી તેને જાણી શકે છે. આ ફિલ્મ બિગ બજેટની ફિલ્મ હોવા છતાં દર્શકો સામે ખરી ઉતરી શકી નથી.