તેહરાન: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ઈરાને પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ રમઝાનના પવિત્ર મહિનામાં યુદ્ધને અયોગ્ય ગણાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ બંને દેશોને સંવાદ દ્વારા મતભેદો ઉકેલવા માટે અપીલ કરવામાં આવી છે. ઈરાનનું રહેવું છે કે, આ રમઝાનનો પવિત્ર મહિનો યુદ્ધ માટેનો મહિનો નથી, પરંતુ ભાઈચારો વધારવાનો અને પ્રેમનો મહિનો છે.
در ماه مبارک رمضان، ماه خویشتنداری و تقویت همبستگی در جهان اسلام، شایسته است افغانستان و پاکستان اختلافات موجود را در چارچوب حسن همجواری و از مسیر گفتوگو مدیریت و حلوفصل کنند.
— Seyed Abbas Araghchi (@araghchi) February 27, 2026
جمهوری اسلامی ایران آماده هرگونه مساعدت در تسهیل گفتوگو و تقویت تفاهم و همکاری میان دو کشور، است. pic.twitter.com/5CI7M456aJ
બંને દેશોને સંવાદ દ્વારા મતભેદો ઉકેલવા માટે અપીલ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને મોડી રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તથા કંધાર અને પક્તિયા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતો. આ હુમલાઓ અફઘાન સેનાના ક્રોસ-બોર્ડર હુમલાના જવાબમાં કરાયા હતા, જેમાં તાલિબાને 55 પાકિસ્તાની સૈનિકો માર્યા અને 19 ચોકીઓ કબજે કર્યાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના આંતરિક પ્રધાન મોહસીન નકવીએ તેને યોગ્ય જવાબ ગણાવ્યો, જેમાં તાલિબાનના 133 સૈનિકો માર્યા અને 200થી વધુ ઘાયલ થયાનું કહ્યું છે.
ટીટીપીને અફઘાનિસ્તાને આશ્રય આપ્યાનો પાકિસ્તાનનો આક્ષેપ
તાલિબાન પ્રખર વકીલ ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, પાકિસ્તાનના હવાઈ હુમલાઓમાં કોઈ મૃત્યુ નથી થયું, પરંતુ તેઓએ પાકિસ્તાનના એફ-16 ફાઈટર જેટને ગોળીથી ઉડાડ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જેટના અવશેષો જોવા મળ્યા છે, જોકે તેની પુષ્ટિ થઈ નથી. પાકિસ્તાને તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને અફઘાનિસ્તાન આશ્રય આપે છે તેવો આરોપ લગાવ્યો છે, જેને તાલિબાન નકાર્યો છે. ગયા અઠવાડિયે પાકિસ્તાને 'ઓપરેશન ગઝબ લિલ-હક' શરૂ કરી, જેમાં 27 તાલિબાન ચોકીઓ તોડી પાડી હતી. આ તણાવ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે.
ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે "રમઝાનમાં આત્મસંયમ અને એકતાનો મહિનો છે. બંને દેશો સંવાદથી મતભેદો ઉકેલે. ઈરાન સંવાદમાં મધ્યસ્થતા કરવા તૈયાર છે. આ વિવાદ દુરંદ લાઈન સરહદ પર મહિનાઓથી ચાલુ છે, જેમાં કાતારના મધ્યસ્થતાથી થયેલા સીઝફાયરને આઘાત લાગ્યો છે.