કિતાબી દુનિયા
સંપાદન: હસમુખ ગાંધી અને ડૉ. કૃષ્ણા ગાંધી
મૂલ્ય: રૂ. 175, પ્રકાશક: હેમંત એન. ઠકકર, એન.એમ. ઠકકરની કંપની, ગોવિંદ બિલ્ડિંગ, 140 શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ 400 002. મોબાઇલ નંબર- 99674 54445.
‘યુદ્ધમાં ખૂબ આગ્રહી ભૂમિકા ભજવવાને કારણે પુરુષોમાં સાહસ હોય છે,’ એવું ડાર્વિનના કુટુંબીજનો કહેતાં આવ્યા છે. પણ કૃષ્ણાબેને જાણીજોઈને કેટલાંક અગ્રગણ્ય પતિમહોદયોને એમની પત્ની વિશે લખવાનું કહ્યું, એ લોકોત્તર પ્રતિભા ધરાવતાં પુરુષોને સાહસ બતાવવાનું આમંત્રણ હતું, પણ મજા આવી ગઈ. આ બધા એવા લોકો છે જે સાચું બોલે અને એની સમાજ પર સારી અસર પણ થાય! આવી સકારાત્મકતા પ્રસરે તો કેવું સારું! કૃષ્ણાબેનને ખૂબ અભિનંદન. આ પુસ્તક માટે પૂર્વ કલેક્ટર અને આઇ.એ.એસ. ઓફિસર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાનો અભિપ્રાય. આ સુંદર પુસ્તકમાં કલાકાર દીલિપ રાવલ, સંચાલક તુષાર શુકલ, નીલેશ દેસાઈ, પ્રકાશક હેમંત ઠક્કર, ડૉ. પરિમલ જરીવાલા, કનુભાઈ સૂચક, હસમુખ ગાંધી, સંજય ગોરડિયા, સંજય પંડ્યા, મુકેશ જોષી, સ્નેહલ મુઝુમદાર, ડૉ. ભાગ્યેશ જહા, રતિલાલ બોરીસાગર, ડૉ. જયેન્દ્રસિંહ જાદવ જેવી 21 જાણીતી હસ્તિઓએ પોતાની પત્ની વિશે લખેલાં હાસ્યલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાસ્ય એ શ્રેષ્ઠ ઔષધ છે. હળવી શૈલીમાં લખાયેલા આ લેખો વાંચકોને ચોક્કસ સ્પર્શી જશે. દરેક પુસ્તકપ્રેમીએ વસાવવા જેવું પુસ્તક.
કેબિન ફીવર
લેખિકા: નંદિની ત્રિવેદી મૂલ્ય રૂ.275 (કુરિયર ફ્રી)
પ્રકાશક: હેમંત એન. ઠકકર, એન.એમ. ઠકકરની કંપની, 140 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 400 002. મોબાઇલ નંબર- 99674 54445.
લોકપ્રિય લેખિકા નંદિની ત્રિવેદી રચિત કોરોનાકાળ દરમિયાન ક્રૂઝમાં બનેલી સત્યઘટના પ્રેરિત, આ ડોક્યુનોવેલ તમને લઈ જશે આનંદ, પ્રમોદ, પ્રવાસ, રહસ્ય, રોમાન્સ અને માનસિક સંઘર્ષની એ સફરમાં જ્યાં કેબિનના દરવાજા પાછળ ક્યાંક પ્રણયકથા છુપાયેલી છે, ક્યાંક સંબંધોના તાણાવાણા છે, ક્યાંક રહસ્ય છે, તો ક્યાંક આત્મખોજનું પરમ સુખ! શું આ માત્ર કેબિન ફીવર છે... કે કંઈક વધુ રસપ્રદ, રહસ્યમય, મનોરમ્ય અને વિચારોત્તેજક કહાણી? તે જાણવા માટે આ રોમાંચક નવલકથા વાંચવી જ રહી. એક દિલધડક ક્રૂઝ સફર માણ્યાનો આનંદ જરૂર મળશે.
દેખતી માનો કાગળ, જીવનની ઢળતી સાંજે
લેખિકા: અરૂણા દેવ, ‘દાસી’. પ્રકાશક: હેમંત એન. ઠકકર, એન.એમ. ઠકકરની કંપની, 140 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 400002. મોબાઇલ નંબર- 99674 54445.
મૂલ્ય રૂ.250 (કુરિયર ફ્રી) પુસ્તક મંગાવવા માટે રૂ.250 ગૂગલ પે દ્વારા મોબાઇલ નંબર- 99674 54445 ઉપર મોકલવા અને તમારું પૂરું સરનામું મોકલવું. અરૂણાબેને આ પુસ્તકમાં હેતનાં હલેસા હલાવ્યા છે. એમણે અનેક ઘરડાઘરોની મુલાકાતો લીધી છે. સંતાનો તેમની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને એમના વડીલોને ઘરડાઘરમાં કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ત્યજી દે છે એવા અનેક વડીલોની વ્યથા તેમણે જાતે સાંભળી છે. બધાં જ સંતાનો વૃદ્ધ મા-બાપને અવગણતાં નથી, પણ જેઓ મા-બાપની કાળજી લેવાનું ચૂકી જાય છે, સંતાન તરીકેની તેમની ફરજ બજાવવાનું ભૂલી જાય છે એ સૌ અરૂણાબેનના આ પુસ્તકમાંના પત્રો વાંચશે તો નક્કી તેમને એમની ભૂલની જાણ થશે અને જો તેઓ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશે તો અરૂણાબેને લખેલાં આ પુસ્તકમાંના પત્રો લેખે લાગશે. દરેક સિનિયર સિટીઝન અને યુવાનોએ વાંચવા-વસાવવા જેવું પુસ્તક.