2026નો આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો પણ હવે પૂરો થવા જઈ રહ્યો છે અને આ મહિનો ઓટીટી (OTT) લવર્સ માટે આ શુક્રવાર મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. આવતીકાલથી એટલે કે 28મી ઓગસ્ટની અનેક મહત્ત્વના ઓટીટી પ્લેટફોર્મ્સ પર ક્રાઈમ થ્રિલર, રોમેન્ટિક કોમેડી, સાયન્સ-ફિક્શન અને ઈમોશનલ ડ્રામા સહિતના વિવિધ જોનરની ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થઈ રહી છે. વીકેન્ડમાં બિન્જ-વોચિંગ માટે કઈ ફિલ્મો અને સીરિઝ કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે, ચાલો એક નજર કરીએ આ લિસ્ટ પર...
બંદર:
અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત આ ક્રાઈમ થ્રિલરમાં બોબી દેઓલ 'સમર મહેરા' નામના ટીવી સ્ટારના રોલમાં છે, જેના પર રેપનો આરોપ લાગ્યા બાદ જેલ અને કઠોર મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડે છે.
ચુંબક:
મુંબઈની ચાલ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર આધારિત આ હૃદયસ્પર્શી ફેમિલી ડ્રામા એક જ છત નીચે રહેતા ૫ અલગ-અલગ પરિવારોની સંઘર્ષ અને લાગણીઓની વાર્તા દર્શાવે છે.
બબીતા સિંહ રિપોર્ટિંગ:
નિમિષા સજયન એક પોલીસ ઓફિસરના પાત્રમાં છે. પોતાના બાળપણના મિત્ર (બરુણ સોબતી) ની હત્યાનો ભેદ ઉકેલવા તે પરિવારના જૂના રહસ્યો અને છેતરપિંડીની તપાસ કરે છે.
પાર્ટ-ટાઈમર્સ:
આ તેલુગુ સ્લાઈસ-ઓફ-લાઈફ સીરિઝ બે અલગ અલગ વિચારસરણી ધરાવતી રૂમમેટ્સ (તનુજા પુટ્ટાસ્વામી અને જ્ઞાનેશ્વરી કન્દ્રેગુલા)ની છે, જેઓ સાથે મળીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા સંઘર્ષ કરે છે.
ડાર્ક મેટર સીઝન 2:
બ્લેક ક્રાઉચની બેસ્ટ સેલિંગ નોવેલ પર આધારિત આ સાયન્સ-ફિક્શન થ્રિલર સીરિઝમાં જોએલ એડગર્ટન (જેસન ડેસન) નવા વૈજ્ઞાનિક રહસ્યો અને મલ્ટિવર્સ પેરેલલ વર્લ્ડ્સનો સામનો કરતા જોવા મળશે.
ધ વ્હિસ્પર મેન:
એડમ સ્કોટ એક ક્રાઈમ રાઈટરના રોલમાં છે જેનો ૮ વર્ષનો પુત્ર અપહરણ થાય છે. પુત્રને શોધવા તે પોતાના પૂર્વ પોલીસ પિતા (રોબર્ટ ડી નીરો) ની મદદ લે છે અને કુખ્યાત સીરિયલ કિલરના રહસ્યો ખુલે છે.
અનબે ડાયના:
ચેન્નાઈની પૃષ્ઠભૂમિ પર બનેલી તમિલ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે, જેમાં શરમાળ તેલુગુ એથ્લેટિક્સ કોચ અને બિન્દાસ એંગ્લો-ઈન્ડિયન પાડોશી વચ્ચેની પ્રેમ કહાણી દર્શાવવામાં આવી છે.
ગ્રેવયાર્ડ સીઝન 3:
ટર્કિશ સ્લો-બર્ન ક્રાઈમ ડ્રામામાં ઈન્સ્પેક્ટર ઓનેમ ઓઝુલ્કુ અને તેની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એક અત્યંત ગૂંચવણભર્યા નવા મર્ડર કેસનો પર્દાફાશ કરવા એકઠા થાય છે.
ઓલ ધ ટ્રુથ ઇન માય લાઇઝ:
છ ગાઢ મિત્રો એક બેચલર ટ્રિપ પર નીકળે છે, જ્યાં જૂના રહસ્યો અને દબાયેલી લાગણીઓ બહાર આવતાં તેમની મજેદાર ટ્રિપ એક ખરાબ સપનામાં ફેરવાઈ જાય છે.