Fri May 01 2026

Logo

દક્ષિણ કોરિયાએ કર્યો મોટો દાવો, કિમ જોંગે સમુદ્ર તરફ છોડવામાં આવી 10 મિસાઇલો

Seoul   2026-03-14 16:52:00
Author: Vimal Prajapati
Article Image

 

સિઓલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના આદેશ પર જાપાન પર એક નહીં પરંતુ 10 મિસાઈલો ફાયર કરવામાં આવી હોવાનો દાવો દક્ષિણ કોરિયાની સેનાએ કર્યો છે. પહેલા એક મિસાઈલની વાત કરવામાં આવી હતી, પરંતુ એક નવો દાવો કરવામાં આવ્યો છે કે, શાસક કિમ જોંગે 10 મિસાઈલો છોડી છે. આ ક્રિયા કોરિયની ઉત્તરીય સરહદ પાસેના પ્રદેશમાં થઈ, જે વિશ્વભરમાં તણાવ વધારી રહ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ દ્વારા આ શક્તિ પ્રદર્શન એવા સમયે થયું જ્યારે દક્ષિણ કોરિયા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંયુક્ત લશ્કરી કવાયત કરી રહ્યું છે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં શાંતિ ભંગ થઈ શકે છે. 

મિસાઈલ હુમલા અંગે જાપાનના રક્ષા મંત્રાલયે શું કહ્યું?

દક્ષિણ કોરિયાના સંયુક્ત મુખ્ય સ્ટાફના જણાવ્યાં પ્રમાણે આ મિસાઈલો પ્યોંગયાંગ પાસેના વિસ્તારમાં ફાયર કરવામાં આવી છે. પરંતુ હજી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે, આખરે આ મિસાઈલો કેટલે દૂર સુધી જઈ છે. આ મામલે જાપાનના રક્ષા મંત્રાલય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ શસ્ત્રો દેશના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની બહાર દરિયામાં પડ્યા હતા. જેથી જાપાનને કોઈ નુકસાન થયું નથી. 

દક્ષિણ કોરિયાઈ સેનાએ પણ સુરક્ષા વધારી

કિંમ જોંગની આ હરકત બાદ દક્ષિણ કોરિયાઈ સેનાએ પણ સુરક્ષા વધારી દીધી છે. એટલું જ નહીં પરંતુ આગામી સંભવિત ખતરા સામેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પહેલાં ઉત્તર કોરિયાએ ગયા મહિને પણ મિસાઈલ પરીક્ષણો કર્યા હતા, જેને અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય વ્યાયામોના જવાબ તરીકે જોવામાં આવે છે. 

ઉત્તર કોરિયાની આ હરકતો વૈશ્વિક શાંતિને પ્રભાવિત કરશે

વિશ્લેષકોનું માનવું છે કે, આ મિસાઈલો શોર્ટ-રેન્જ બેલિસ્ટિક છે, જે દક્ષિણ કોરિયા અને જાપાનને લક્ષ્ય બનાવી શકે છે. આગામી દિવસોમાં વધુ પરીક્ષણોની આશંકા છે. વિશ્વ સમુદાય આ તણાવને ઘટાડવા માટે કૂટનીતિક પ્રયાસો કરશે. ઉત્તર કોરિયાની આ હરકતો વૈશ્વિક શાંતિને પ્રભાવિત કરે છે. મહત્વની વાત એ છે કે, યુએન સુરક્ષા પરિષદે પહેલેથી જ ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ પ્યોંગયાંગ તેને અવગણે છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું, "આ અસ્થિર કાર્યવાહી વૈશ્વિક શાંતિને જોખમમાં મુકે છે." દક્ષિણ કોરિયા અને જાપાને સંયુક્ત રીતે પ્રતિક્રિયા આપવાની તૈયારી કરી છે.