Wed Jul 29 2026

Logo

નેતન્યાહુના 'ડેથ'નો મામલો ઔર ગરમાયોઃ હવે 'ગ્રોક'એ પણ ગોથે ચઢાવ્યા, જાણો હકીકત

Tel Aviv   2026-03-16 15:19:11
Author: Mayur Patel
Article Image

તેલઅવીવઃ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાને 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન રોજબરોજ નવી માહિતી સામે આવી રહી છે. કેટલાક અહેવાલોમાં નેતન્યાહુનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ નેતન્યાહુએ  તેમના મોતના દાવાને રદિયો આપ્યો હતો. તેમણે વીડિયો શેર કર્યો હતો.

એક સપ્તાહ જેટલા સમયથી નેતન્યાહુ જાહેરમાં ન જોવા મળતા અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી. એક વીડિયોમાં નેતન્યાહુના હાથની છ આંગળી બતાવવામાં આવી હતી. આ વીડિયો બાદ નવી ચર્ચા અને અફવા શરૂ થઈ હતી.

રવિવારે નેતન્યાહુએ સોશિયલ મીડિયા એકસ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ કોફી લેતી વખતે વિક્રેતાનો આભાર માનતા જોવા મળે છે. વીડિયોગ્રાફરને તેઓ પૂછે છે કે તમે મને શું પૂછવા માંગો છો. તેમણે કહ્યું, કેટલીક ચેનલ તમારું મૃત્યુ થઈ ચૂક્યું છે તેવા અહેવાલ પ્રસારિત કરી રહી છે. જેનો જવાબ આપતાં તેમણે કહ્યું, હું તો કૉફી માટે મરી રહ્યો છું.

ઈઝરાયલના વડા પ્રધાને કહ્યું, તમે જાણો છો કે હું મારા લોકો માટે મરું છું. તમારું વલણ પણ કમાલનું છે. જો તમે આંગળીની સંખ્યા ગણવા માંગતા હો તો ગણી શકો છો, આમ કહીને તેમનો હાથ બતાવે છે.

વાઇરલ વીડિયોમાં નેતન્યાહુની છ આંગળી જોવા મળી હતી. જેમાં છેડછાડ થઈ હોવાનું જણાય છે. કોફીને લઈ નેતન્યાહુએ વીડિયોમાં કહ્યું, ચીયર્સ. જ્યારે પૂછવામાં આવ્યું કે, બહાર જવાની ઈચ્છા રાખનારા લોકોને શું સંદેશ આપવા માંગો છો. જેનો જવાબ આપતાં કહ્યું, તાજી હવા માટે બહાર જઈ શકે છે. પરંતુ તેમણે સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ.

સોશિયલ મીડિયા પર એક યુઝરે જ્યારે ગ્રોફને પૂછ્યું કે આ વીડિયો અસલી છે કે નકલી, તો ચેટબોટે જવાબ આપ્યો કે AIથી બનેલો Deepfake વીડિયો હોઈ શકે છે. ગ્રોકે કહ્યુંકે, આ વીડિયોમાં અનેક એવા સંકેત છે,જે AI જનરેશન તરફ ઈશારો કરેછે. કેટલાક યુઝર્સે આ વીડિયમાં લિપ સિંક, કપમાં કૉફીનું અસામાન્ય સ્તર અને બેકગ્રાઉન્ડના કેટલાક હિસ્સા પર પણ ધ્યાન આપ્યું. આ કારણે ઈન્ટરનેટ પર વીડિયો એઆઈથી બનાવવામાં આવ્યો છે કે નહીં તેને લઈ ચર્ચા શરૂ થઈ છે.