Sat Sep 05 2026

Logo

નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બાદ બાલેન શાહે કહ્યું  સ્થિતિ હજુ પણ પડકારજનક

Kathmandu   2026-08-27 21:48:20
Author: Chandrakant Kanoja
નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બાદ બાલેન શાહે કહ્યું  સ્થિતિ હજુ પણ પડકારજનક

કાઠમંડુ: નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા  બાદ વડાપ્રધાન બાલેન શાહે જણાવ્યું હતું કે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે. સરકારે રાહત અને બચાવ કામગીરી તેમજ ગુમ થયેલા વ્યક્તિઓની શોધને પ્રાથમિકતા આપી છે.

બાલેન શાહે નુવાકોટની મુલાકાત લીધી હતી

બાલેન શાહે ગુરુવારે નુવાકોટની મુલાકાત લીધી હતી અને સ્થળપર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત નાગરિકો, જનપ્રતિનિધિઓ, સુરક્ષા કર્મચારીઓ અને સ્થળ પર હાજર તબીબી ટીમ સાથે પરામર્શ કરીને નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર વિસ્થાપિત લોકો સુધી સુરક્ષિત આશ્રય, ખોરાક અને પાણી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે તેના તમામ સંસાધનો એકત્ર કરી રહ્યું છે.

વિનાશક પૂર બાદ અનેક વિસ્તારો સંપર્ક વિહોણા

આ વિનાશક પૂર બાદ અનેક વિસ્તારો સંપર્ક વિહોણા છે. તેમજ સરકાર હાલમાં 
અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં ઘાયલોની તબીબી સારવારનો પણ સમાવેશ થાય છે. નુવાકોટની મુલાકાત લીધા બાદ કાઠમંડુ પરત ફર્યા બાદ તેમણે ખાતરી આપી હતી કે રાહત અને બચાવ કામગીરી સંપૂર્ણ જોશ સાથે ચાલુ રહેશે.

નદીની પહોળાઈ આશરે 90 મીટરથી વધીને 490 મીટર થઈ ગઈ

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ પૂર આવ્યું હતું.  અચાનક આવેલા પૂરે ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ બદલી નાખી હતી. જેમાં શરૂઆતમાં ભૂકંપ અથવા ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) જેવી શક્યતાઓ પર ચર્ચા થઈ રહી હતી. ત્યાર બાદની તપાસમાં જાણવા મળ્યું કે નેપાળ-તિબેટ સરહદ નજીક લિરુંગ ગ્લેશિયરનો એક ભાગ તૂટીને તૂટી પડ્યો હતો. જેના લીધે પાણીના પ્રવાહ સાથે મોટા ખડકો અને કાટમાળ તણાઇને આવ્યો હતો. તેમજ પૂરના લીધે  નદીની પહોળાઈ  90 મીટરથી વધીને 490 મીટર થઈ ગઈ હતી.