Sat May 02 2026

Logo

બેકરીવાળાને લાકડા-કોલસા વાપરવાની પરવાનગી આપવાની રાજ્ય સરકાર સમક્ષ માગણી...

2026-03-14 10:24:45
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દેશમાં એલપીજી સિલિન્ડરના અનિયિમિત પુરવઠાને કારણે મુંબઈમાં પાંઉ અને બ્રેડની અછત નિર્માણ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બેકરીને માટે લાગનારા ઈંધણ પુરવઠાને અત્યાવશ્યક વસ્તુ જાહેર કરીને લાકડા, કોલસા અને ડિઝલ પર ચાલનારા ઓવનનો તાત્પૂરતો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની માગણી ભાજપના નગરસેવકે મુખ્ય પ્રધાન સહિત પાલિકા કમિશનરે પત્ર દ્વારા કરી છે.

ઈરાક-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે દેશભરમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર અછત સર્જાઈ છે, જેની અસર હોટલોને થઈ છે પણ સાથે જ મુંબઈમાં પાંઉ અને બ્રેડનું ઉત્પાદન કરનારી બેકરીઓને પણ થઈ છે. તેની નોંધ લઈને ભાજપના નગરસેવક મકરંદ નાર્વેકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને પાંઉ અને બ્રેડના ઉત્પાદનમાં અડચણ આવે નહીં તે માટે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

મુુંબઈમાં લગભગ ૮૦૦ બેકરીઓમાંથી લગભગ ૩૫૦ મોટી બેકરીઓ હાલ ગૅસ પર ચાલનારા ઓવન પર અવલંબિત છે અને તેમના દ્વારા શહેરની લગભગ ૭૦ ટકા પાવ અને બ્રેડનો પુરવઠો થાય છે. પાલિકાના નિર્દેશ અનુસાર ગૅસ પર ચાલનારા ઓવનને કારણે અનેક બેકરીઓના ઉત્પાદનને ફટકો પડયો છે. ગૅસ આધારિત સિસ્ટમનો સ્વીકાર કર્યા બાદ અનેક બેકરીઓએ પોતાની પારંપારિક લાકડાનો ઉપયોગ કરનારા ઓવનને નષ્ટ કરી નાખ્યા છે હોવાનું મકરંદ નાર્વેકરે પોતાના પત્રમાં લખ્યું છે.

મકરંદ નાર્વેકરે પત્રમાં લખ્યું છે કે સરકારને બેકરી માટે લાગનારા ઈંધણપુરવઠાને અત્યઆવશ્યક વસ્તુ જાહેર કરવાની તેમ જ બેકરીઓને લાકડા, કોલસા અને ડિઝલ પર ચાલનારા ઓવનનો તાત્પૂરતો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ, જેથી શહેરમાં પાંઉની અછત સર્જાય નહીં.