Wed Jul 29 2026

Logo

તેજપ્રતાપ યાદવની પાર્ટીમાં ઉત્તરપ્રદેશની બ્યુટી ક્વીન જોડાતા બિહારનું રાજકારણ ગરમાયું

2026-03-17 19:58:51
Author: Mumbai Samachar Team
Article Image

પટણાઃ રાજનીતિમાં જ્યારે પણ બ્યૂટી વીથ બ્રેઈન નેતાઓની ચર્ચા થાય છે એમાં મહિલાઓ અવારનવાર મેદાન મારી જાય છે. નિર્ણય લેવાની વાત હોય કે ફિટનેસની, નેતૃત્વની વાત હોય કે નિયમ ઘડવાની, દરેક મોરચે મહિલાઓની સક્રિયા ચર્ચામાં વેગ આપે છે. આવું જ બિહારની રાજનીતિમાં જોવા મળે તો હવે નવાઈ નહીં. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવની જનશક્તિ જનતા દળમાં એક બ્યૂટી ક્વિનની એન્ટ્રી થઈ રહી છે. 

પાર્ટીને હવે ફાયદો થશે

મિસિસ ઈન્ડિયા 2017 કોન્ટેસ્ટમાં રનર અપ રહેલી મોનિકા મની JJDમાં સામેલ થઈ ચૂકી છે. તેજ પ્રતાપની હાજરીમાં પક્ષના સભ્ય બનવા માટેની તેને તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લીધી હતી. મોનિકા એક સમયે મિસિસ બિહાર પણ રહી ચૂકી છે. મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર અપ રહી ચૂકી છે. મકરસંક્રાંતિ પર તેજ પ્રતાપના ઘરે દહી ચૂડા ભોજન પ્રસંગે પણ તે ખાસ જોવા મળી હતી. એ સમયે પણ ઘણી ચર્ચા થઈ હતી. 

JJDના સોશિયલ મીડિયા પેજ પરથી આ અંગેની વાત જાણવા મળી હતી. પાર્ટીએ કહ્યું હતું કે, વર્ષ 2017થી સતત શિક્ષણ, રોજગારી, મહિલા ઉત્થાન જેવા સેક્ટરમાં તે સામાજિક સેવા કરી રહી છે. હવે તે પાર્ટી સાથે જોડાતા સામાજિક કાર્યોને વધારે વેગ મળશે અને પાર્ટીને પણ ફાયદો થશે. 

અગાઉ અણસાર મળ્યા હતા

મોનિકા મની મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરની રહેવાસી છે. હાલમાં તે ત્રણ સંતાનોની માતા છે. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ મોડલિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. એ પછી તે સામાજિક કાર્યો કરી રહી છે. હાલમાં તે પોતાના પતિ અને બાળકો સાથે પટણામાં રહે છે. ગત જાન્યુઆરી મહિનામાં તેજ પ્રતાપ યાદવના ઘરે યોજાયેલા એક ભોજન સમારોહમાં પણ તે જોવા મળી હતી. 

રાજ્યના ડે. સીએમ વિજય સિન્હા, લાલુ પ્રસાદ યાદવ, મંત્રી અશોક ચૌધરી સહિત ઘણાય મોટા નેતાઓ જોવા મળ્યા હતા.જ્યારે તેજ પ્રતાપે આ પ્રકારના ભોજનનું આયોજન કર્યું એ સમયે રાજકીય માહોલ ગરમાયો હતો અને અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી.