Sat Sep 05 2026

Logo

શું થ્રેટ એસેસમેન્ટ બદલાયું કે પછી...? એમ.કે. સ્ટાલિનની સિક્યોરિટી ડાઉનગ્રેડ પાછળનું અસલી ગણિત!

2026-08-30 11:41:44
Author: Mumbai Samachar Team
શું થ્રેટ એસેસમેન્ટ બદલાયું કે પછી...? એમ.કે. સ્ટાલિનની સિક્યોરિટી ડાઉનગ્રેડ પાછળનું અસલી ગણિત!

 ચેન્નઈ: તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) નેતા એમ.કે. સ્ટાલિનની સુરક્ષામાં પોલીસે ફેરફાર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તેમની સુરક્ષા 'Z+' માંથી ઘટાડીને 'Z' કેટેગરી કરી દેવામાં આવી છે.

સુરક્ષા બેઠક બાદ લેવાયો નિર્ણય

આ નિર્ણય રાજ્યના સચિવાલય (સેક્રેટરિયેટ)ખાતે મળેલી સુરક્ષા ટીમની ખાસ બેઠક પછી લેવાયો હતો. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ સાઈ કુમાર, હોમ સચિવ કે. મણિવાસન, ડીજીપી મહેશ કુમાર અગ્રવાલ અને બીજા મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોલીસના નિયમ મુજબ, દર છ મહિને બધા VIP નેતાઓની સુરક્ષાની તપાસ કરવામાં આવે છે. નેતાને કેટલું જોખમ છે તે જોઈને જ તેમની સિક્યોરિટી નક્કી થતી હોય છે.

નવી સુરક્ષામાં શું બદલાશે?

નવી 'Z' કેટેગરીની સુરક્ષામાં પણ સ્ટાલિન સાથે સિક્યોરિટી ગાડીઓ અને ગાર્ડ્સ રહેશે. તેમના કાફલા આગળ-પાછળ અને સાથે પાઇલટ ગાડી, એસ્કોર્ટ ગાડી અને બોડીગાર્ડ્સની ટીમ તૈનાત રહેશે, પણ પહેલા કરતાં ગાર્ડ્સ અને ગાડીઓની સંખ્યા થોડી ઓછી થઈ જશે.