નવી દિલ્હીઃ જો તમે આ સપ્તાહે બેંકમાં જવાનું પ્લાનિંગ કરતા હો તો તમારે બેંક હોલિડે લિસ્ટ ચેક કરવું જોઈએ. માર્ચમાં ચૈત્ર નવરાત્રી, ઈદ, રામનવમી, મહાવીર જયંતી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. જેના કારણે દેશના અલગ અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આરબીઆઈના હોલિડે કેલેન્ડર મુજબ સમગ્ર દેશમાં એક સાથે રજા નથી હોતી પરંતુ રાજ્યના હિસાબે રજા હોય છે.
આરબીઆઈના બેંક હોલિડે લિસ્ટ અનુસાર મંગળવાર, 17 માર્ચે શબ-એ-કદ્રના અવસર પર કેટલીક જગ્યાએ બેંક બંધ રહેશે. આરબીઆઈ કેલેન્ડર અનુસાર આજ જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. જ્યારે અન્ય રાજ્યમાં બેંક ખુલ્લી રહેશે. આ સપ્તાહે અલગ અલગ રાજ્યોમાં તહેવારોના કારણે બેંકનું કામકાજ પ્રભાવિત થશે.
19 માર્ચ, ગુરુવારઃ ગુડી પડવા, ઉગાડી, તેલુગુ નવવર્ષ અને ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને મણિપુરમાં બેંક બંધ રહેશે. બેલાપુર, બેંલગુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને નાગપુર જેવા શહેરોમાં રજા રહેશે.
20 માર્ચ, શુક્રવારઃ ઈદ અને જમાત-ઉલ-વિદાના કારણે જમ્મુ-કાશ્મીર, કેરળ, આંધ્રપ્રદેશમાં બેંક બંધ રહેશે.
21 માર્ચ, શનિવારઃ આરબીઆઈના નિયમ પ્રમાણે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. 21 માર્ચે ત્રીજો શનિવાર છે. ઈદના કારણે દેશના તમામ મોટા રાજ્યો યુપી, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, બંગાળમાં બેંક બંધ રહેશે. જ્યારે કોચ્ચિ, શિમલા અને તિરુવનંતપુરમમાં આ દિવસે બેંક બંધ રહી શકે છે.
માર્ચના અંતમાં બેંકોમાં રહેશે રજા
માર્ચના અંતમાં રામ નવમી અને મહાવીર જયંતી જેવા મોટા તહેવારોના કારણે અલગ અલગ રાજ્યોમા બેંક બંધ રહેશે.
26 માર્ચઃ રામ નવમીના કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમપી અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે.
27 માર્ચઃ બિહાર, ઓડિશા અને સિક્કિમમાં બેંક બંધ રહેશે.
28 માર્ચઃ મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરમાં બેંક બંધ રહેશે.
31 માર્ચઃ મહાવીર જયંતીના કારણે ગુજરાત, કર્ણાટક, દિલ્હી, યુપી, મહારાષ્ટર અને બિહાર સહિત અનેક રાજ્યમાં બેંકિંગ સેવા બંધ રહેશે.
બેંક બંધ હોવા છતાં આ સર્વિસ રહેશે શરૂ
બેંક બ્રાંચ બંધ હોવા છતાં ડિજિટલ સર્વિસ શરૂ રહેશે. તમે બિલ ભવા, પેમેન્ટ માટે યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને એટીએમથી કેશ ઉપાડી શકો છો અને બેલેન્સ ચેક કરી શકો છો.