મુંબઈઃ ક્રિતી સેનની રક્ષાબંધનવાળી જાહેરાતમાં એના કપડા પર અનેક લોકોએ વાંધો ઊઠાવ્યો હતો. કંગનાથી લઈ પ્રિયંકા ચોપરાની મમ્મી સુધી દરેક લોકોએ આની સામે વિરોધના સૂર છેડ્યા હતા. હવે એને લઈ ક્રિતી સેનને તાજેતરમાં જ એક ટ્વિસ્ટ જોડી દીધું હતું. ક્રિતીએ મહિલાઓની ફેશન તથા સાંસ્કૃતિક પરંપરાઓને લઈ પોતાની વાત મૂકી હતી. આ વિવાદ વચ્ચે એક્ટ્રેસે હવે પોતાની થોડી મોજ-મસ્તીને જોડી દીધી છે. ક્રિતીએ પોતાની બહેન નુપુર સાથે રાખડી બાંધેલી તસવીર શૅર કરી છે.
ક્રિતીનો પોઝિટિવ અંદાજ
અન્ય એક તસવીરમાં બન્ને એકબીજાને રાખડી બાંધતી જોવા મળી રહી છે. આ સાથે ક્રિતીએ એક કેપ્શન પણ આપ્યું હતું. ક્રિતીએ પોતાના કેપ્શનમાં લખ્યું હતું કે, જ્યારે 'રાખી ફેશન કમિટી'ની બેઠક ચાલી રહી છે, ત્યારે અમે ખરેખર મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. બધાને રાખડીની શુભકામનાઓ. 'રાખી ફેશન કમિટી'નો સંદર્ભ આપતા કૃતિએ ચાલુ ચર્ચા પર હળવાશથી ટિપ્પણી કરી અને રક્ષાબંધનની સાચી ભાવના તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.
આ પોસ્ટ પર ક્રિતીનો એક પોઝિટિવ અંદાજ જોવા મળ્યો છે. ફેશનને લઈ થઈ રહેલા ચર્ચાને તહેવાર પર હાવી થવા દેવાના બદલે ક્રિતીએ પોતાની બહેન સાથે રક્ષાબંધન ઉજવી. રક્ષાબંધન સાથે જોડાયેલી પોતાની ભાવના અભિવ્યક્ત કરી છે. આ પહેલા તેણે આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, તહેવારોની અસલી ખૂબસુરતી માત્ર તમારા કપડામાં નહીં પણ ભાવના અને પરંપરાઓમાં છે જેને તમે દિલમાં રાખી શકો છે.
2 લાખથી વધુ લાઈક્સ મળી
થોડી મજાક મસ્તી અને બહેન સાથેના પ્રેમના પળને ક્રિતીએ ફેન્સ સાથે શૅર કર્યો. આનાથી લોકોનું ધ્યાન અસલી તહેવાર બાજુ વધારે ખેંચાયું છે. રક્ષાબંધનની પોસ્ટ એ યાદ અપાવે છે કે, ફેશન પર ચર્ચા તો થતી રહેશે પણ પરિવાર સાથે વહેચેલો પ્રેમ, સંબંધ અને મેમરીઝ કોઈ પણ તહેવારને ખરેખર ખાસ બનાવી દે છે. રક્ષાબંધનના તહેવારને લઈને જે જ્વેલરી કંપનીએ આ પ્રકારની એડ તૈયાર કરી હતી એ પછી પોતાના એડ કેમ્પેઈનમાંથી દૂર કરી દેવામાં આવી હતી. આ મામલે ક્રિતીએ પણ ચોખવટ કરી દીધી હતી. નવી સામે આવેલી પોસ્ટ પર ફેન્સ દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે. લાઈક્સ કરી રહ્યા છે. આ પોસ્ટ પર 2 લાખથી વધુ લાઈક્સ મળી છે.