અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરના દાન ચોરીના મુદ્દે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે કરોડો રૂપિયા દાન ચોરી છતાં હજુ સુધી કોઇ એફઆઇઆર કરવામાં આવી નથી. તેમજ આ પ્રકરણમાં મોટા નામ સામેલ હોઇ શકે છે.
તપાસ એજન્સીએ કોઇ એફઆઇઆર નોંધી નથી
આ અંગે અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે અયોધ્યાના રામ મંદિરમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે ફક્ત આશરે રૂપિયા 200 કરોડની રોકડ ચોરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં, અત્યાર સુધી યુપી પોલીસ, ઇડી કે સીબીઆઇએ આ મામલે કોઈ એફઆઇઆર નોંધી નથી.
VIDEO | On the alleged theft at Ayodhya Ram Temple, AAP national convenor Arvind Kejriwal said,
— Press Trust of India (@PTI_News) June 21, 2026
"Crores were stolen from Ayodhya's Ram Temple. It is being said that around Rs 200 crore in cash alone was stolen. However, no FIRs have been lodged, and there have been no inquiries,… pic.twitter.com/Osn5OmP50f
નિષ્પક્ષ તપાસથી મોટા ખુલાસા થઈ શકે છે
આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાઓ પર ભાજપ સરકાર સત્તામાં છે. તેમ છતાં આ મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. . તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા મોટા નામો સંડોવાયેલા હોવાના અહેવાલો છે. તેમજ આ પ્રકરણમાં નિષ્પક્ષ તપાસથી મોટા ખુલાસા થઈ શકે છે.