Thu Jun 18 2026

Logo

મિડલ ઈસ્ટની લડાઈમાં યુકેએ કરી મોટી ચોખવટ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ આપ્યો સાથ

London   2026-04-01 17:13:11
Author: Mumbai Samachar Team
Article Image

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મિડલ ઈસ્ટને લઈને મોટી વાત કહી દીધી છે. આ સાથે તેમણે એક એલર્ટ પણ આપી દીધુ છે. યુદ્ધના કારણે આગામી સમયમાં કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે એ અંગે અરીસો બતાવી દીધો છે. સ્ટાર્મરે ચેતવણી આપતા કહ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે યુકેના ભવિષ્ય પર અસર થઈ રહી છે. આગળના દિવસોમાં આ અસર ગંભીર બની શકે છે. આ યુદ્ધના કારણે દેશ સામે આર્થિક પડકારો વધી જશે. 

વૈશ્વિક પડકારો ચિંતાજનક
આ તોફાન ભલે ગમે એટલું શક્તિશાળી હોય અમે એમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ અમારૂ યુદ્ધ નથી, યુકે આ યુદ્ધમાં કોઈ રીતે સામેલ થશે નહીં. આ યુકેના હિતમાં નથી. સ્ટાર્મરે ઉમેર્યું હતું કે, મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે, હોર્મુઝ ક્રીકને ફરી ખોલવા પર ભાર મૂકાઈ રહ્યો છે. આ પાછળનું કારણ એ છે કે, ઊર્જાના સમુદ્રી વહન માટે આ મુખ્ય જળમાર્ગ છે. અમારા માટે જે કુટનીતિનો રસ્તો યુકેના હિતમાં હશે એની પસંદગી કરવામાં આવશે. હાલમાં આ રસ્તો અમે શોધી રહ્યા છીએ. વિદેશ સચીવ અને ચાંસેલર G7માં પોતાના સમકક્ષ અધિકારીઓને મળી ચૂક્યા છે. 

35 દેશની સહમતી પર ચર્ચા
મિડલ ઈસ્ટને લઈને યુકેના હિત પર પ્રાધાન્ય આપીને હાલ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. યુકેના રક્ષા સચીવે કહ્યું કે, મિડલ ઈસ્ટમાં જેમની સાથે યુકેની પાર્ટનરશીપ છે એમની સાથે વાતચીત ચાલું છે. અખાતી દેશમાં યુકેના મુદ્દે સુરક્ષાને પ્રાધાન્ય આપીને, એકજૂથ થઈને કામ કરવામાં જ ફાયદો છે. 35 બીજા દેશની સહમતી લેવામાં આવી રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બનીઝે પોતાના સંબોધનમાં મિડલ ઈસ્ટની લડાઈને ધ્યાને લેતા કહ્યું હતું કે આવનારા દિવસો સરળ નથી. દુનિયાની કોઈ પણ સરકાર યુદ્ધના કારણે ઊભી થઈ રહેલી સ્થિતિને દબાવવા કે ખતમ કરી દેવા માટે ગેરેન્ટી આપી ન શકે. ઓસ્ટ્રેલિયાના આની માઠી અસરથી બચાવવા માટે પૂરતા પ્રયાસો કરાશે. 

બે દેશના વલણ સ્પષ્ટ થયા
વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. બીજા દેશ સાથે મળીને કામ કરવું પડશે. એકબીજાની સુરક્ષા અને સંરક્ષણ જ હંમેશા આગળ જવાનો રસ્તો શોધશે. જોકે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને એવો ઈશારો પણ કર્યો કે, આવનારા દિવસોમાં પરિસ્થિતિ યુદ્ધના કારણે વણસી શકે છે. યુદ્ધ પર વિરામ મૂકાયું અને બધુ થાળે પડી ગયું તો પણ ઓસ્ટ્રેલિયા સુધી એની અસર વર્તાય શકે છે. બીજી તરફ યુકેએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દેતા એ વાત પણ સ્વીકારી કે, આ પરિસ્થિતિ માટે સીધી રીતે એ જવાબદાર નથી પણ યુદ્ધ અસર તો થશે.