Sat Aug 29 2026

Logo

હવે 'ચીયર્સ' કરવું પણ મોંઘુ પડશેઃ આ રાજ્યની સરકારે વધારી દીધી એક્સાઈઝ ડ્યૂટી

2026-05-17 18:43:33
Author: Mumbai Samachar Team
હવે 'ચીયર્સ' કરવું પણ મોંઘુ પડશેઃ આ રાજ્યની સરકારે વધારી દીધી એક્સાઈઝ ડ્યૂટી

બેંગ્લૂરુઃ મોંઘવારીના મારમાં પીસાતો મધ્યમવર્ગ ક્યાં બચાવવું એ વિચાર કરી રહ્યો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થતા બજેટ ખોરવાઈ રહ્યું છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવ વધારાએ દરેક પરિવારનું બજેટ બગાડ્યું છે. મોંઘવારીનું આ ચિત્ર દરેક રાજ્યમાં રાતોરાત પરિવર્તન લાવી રહ્યું છે. એવા માહોલમાં હવે કર્ણાટકની રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભાવ વધારાના પ્રવાહમાં હવે લીકરના ભાવમાં વધારો થયો છે. કર્ણાટક રાજ્ય સરકારે નવી એક્સાઈઝ ડ્યૂટી સિસ્ટમ લાગુ કરી દીધી છે. આ પછી રાજ્યભરમાં લીકર બોટલની પ્રાઈસમાં ફેરફાર જોવા મળ્યો હતો. 

સાત સ્લેબમાં પ્રાઈસ વર્ગીકૃત કરાઈ

કર્ણાટક રાજ્ય સરકારના આ એલાન બાદ લોકપ્રિય લીકર બ્રાંડની MRPમાં વધારો જોવા મળ્યો હતો. રાજ્યના એક્સાઈઝ વિભાગે વ્હીસકી, રમ, વોડકા, જીન અને બ્રાંડી જેવી અલગ અલગ કેટેગરીની કિંમત જાહેર કરી છે. આ નવા ભાવ 90, 180 અને 750MLની બોટલ પર લાગુ પડશે. જુદા-જુદા પ્રાઈસ સ્લેબમાં કિંમતને વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં પ્રીમિયમ કેટેગરીની લીકર બોટલને પણ આવરી લેવામાં આવી છે. 
કેટલીક બ્રાંડમાં ભાવ વધારો સામાન્ય મનાય છે તો કેટલીક બ્રાંડ ખરા અર્થમાં મોંઘી બની છે. પ્રથમ અને બીજા સ્લેબમાં સ્પેશ્યલ લીકર, રમ, વ્હીસકી અને મોટી કહેવાતી બ્રાંડને આવરી લેવાઈ છે જેની કિંમત 370થી 485 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. 

રાજ્ય સરકારને આવક વધવાની આશા

સ્લેબ ત્રીજા અને ચોથામાં મીડિયમ રેન્જ લીકરનો સમાવેશ કરાયો છે. વ્હીસકી, xxxરમ સિવાય પણ ઘણી જાણીતી અને રેગ્યુલમાં ડિમાન્ડમાં રહેતી બ્રાંડને આવરી લેવાઈ છે.આ બ્રાંડની નવી કિંમત 560થી 650 સુધીની હોઈ શકે છે. સ્લેબ પાંચ અને સ્લેબ છમાં પ્રીમિયમ ગણાતી લીકર બ્રાંડ ગોલ્ડ, ઓલ્ડમંક અને વોડકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની કિંમત 850થી 900 સુધી પહોંચી શકે છે. જ્યારે અંતિમ સ્લેબમાં બ્રાંડ 1145થી 1300 વચ્ચે લીકર બોટલ હોઈ શકે છે. 
એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી એક્સાઈઝ સિસ્ટમથી કર્ણાટક રાજ્ય સરકારને મદદ મળશે. રાજ્ય સરકારે આ પહેલા પણ લીકર પર ટેક્સ વધારીને રેવન્યૂ માટે પ્રયાસ કર્યા છે. લીકરની કિંમતમાં વધારો થતા આની સીધી અસર પાર્ટી-શાર્ટી કરનારા વર્ગ પર થવાની છે. આ સિવાય થોડી અસર પ્રવાસન ક્ષેત્રે ટુરિસ્ટ પર પણ પડવાની છે.