નીટ યૂજી 2026 કાઉન્સેલિંગના રાઉન્ડ 2ને લઇને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ શેડ્યૂલ જારી કરી દીધું છે. ઓલ ઇન્ડિયા ક્વોટા, ડીમ્ડ યૂનિવર્સિટી અને સેન્ટ્રલ યૂનિવર્સિટીની સીટો માટે બીજા રાઉન્ડની કાઉન્સેલિંગ પ્રક્રિયા 3 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. આ દિવસે રજિસ્ટ્રેશન ફીસ, પેમેન્ટ અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ શરુ થશે. રાઉન્ડ 2 નું સીટ એલોટમેન્ટ રિઝલ્ટ 11 સપ્ટેમ્બરે જારી કરવામાં આવશે. રાઉન્ડ 2 માં સીટ મેળવનારા ઉમેદવારોએ નક્કી કરેલી સમય મર્યાદામાં સંબંધિત સંસ્થાનમાં રિપોર્ટ કરી એડમિશન પ્રક્રિયા પૂરી કરવી પડશે.
3 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન અને ફી પેમેન્ટ
AQI, ડીમ્ડ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે રાઉન્ડ 2 રજીસ્ટ્રેશન અને ફી ચુકવણી 3 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. ફી ચુકવણી 8 સપ્ટેમ્બરના રોજ સાંજે 6:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. ચોઇસ ફિલિંગ 3 થી 9 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. ઉમેદવારો 8 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:00 વાગ્યાથી 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10:00 વાગ્યા સુધી તેમની પસંદગીઓ દાખલ કરી શકશે. ત્યાર પછી, MCC 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સીટ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરશે. રાઉન્ડ 2 ના પરિણામો 11 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
સ્ટેટ કાઉન્સેલિંગનું પણ શેડ્યૂલ જાહેર
MCC એ AQI સાથે સ્ટેટ કાઉન્સેલિંગ રાઉન્ડ 2 માટે ટાઇમલાઇન જાહેર કરી છે. રાજ્ય-સ્તરીય કાઉન્સેલિંગ પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. સંબંધિત રાજ્ય કાઉન્સેલિંગ ઓથોરિટી ઉમેદવારો માટે પ્રવેશ અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરશે.
કયા ઉમેદવારોને રાઉન્ડ 2માં તક મળશે?
જે ઉમેદવારોને રાઉન્ડ 1 માં કોઇ સીટ નથી મળી તેઓ નિર્ધારિત નિયમો અનુસાર રાઉન્ડ 2 માં ભાગ લઇ શકશે. આ સિવાય રાઉન્ડ 1માં સીટ મેળવનાર ઉમેદવાર રાઉન્ડ 2 સીટ અપગ્રેડેશન માટે અરજી કરી શકે છે. જે ઉમેદવારોએ ફ્લોટનો વિકલ્પ પસંદ કર્યો છે. તો જે ઉમેદવારોએ ફ્રીઝનો ઓપ્શન પસંદ કર્યો છે તેમની રાઉન્ડ 1 સીટ યથાવત રહેશે પરંતુ તેમને રાઉન્ડ 2 માં સીટ અપગ્રેડેશન માટે લાયક નહીં ગણવામાં આવે.