Wed Sep 02 2026

Logo

ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, નેપાળમા નવી ઉપાધિની આશંકા!

2026-08-30 08:22:00
Author: Mumbai Samachar Team
ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, નેપાળમા નવી ઉપાધિની આશંકા!

નવી દિલ્હીઃ નેપાળ પહેલેથી જ ભીષણ પૂરનો માર વેઠી રહ્યું છે. હવે ભોટેકોશી નદીને લઇને એક નવી ચિંતા સામે આવી છે. રસુવા જિલ્લા પ્રશાસને નદીમાં પાણીના જળસ્તરના વધવાને લઇને ચિતા વધી છે. જો કે રાહતની વાત એ છે કે હાલ નદી કિનારાના વિસ્તારમાં મોટા પૂરનો ખતરો નથી.પાણીનો પ્રવાહ હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેમ છતાં સ્થાનિક પ્રશાસને રસુવા, નુવાકોટ અને ધાદિંગમાં નદી કિનારે રહેનારા લોકોને સતર્ક રહેવા કહ્યું છે. 

રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારના જણાવ્યા અનુસાર ભોટેકોશી નદીમાં રાતે લગભગ 3 વાગ્યે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. જો કે હવે તેની ગતિ ધીમે ધીમે ઘટી રહી છે. નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળે (National Disaster Risk Reduction and Management Authority) નદી કિનારે રહેનારા લોકોને સતર્ક રહેવા કહ્યું છે. તો પૂર પૂર્વાનુમાન મહાશાખાએ સ્પષ્ટ કહ્યું છે કે હાલ નદીની આસપાસ મોટી સંખ્યામાં પૂરનું જોખમ નથી. સત્તાવાળા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 

સુરંગમાં અંદાજે 600 લોકો ફસાયા

દરમ્યાન રસુવામાં પૂરના કારણે અંદાજે 600 લોકો એક સુરંગમાં ફસાયા છે. તેમનું મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હજુ શરુ નથી થઇ શક્યું. સંબંધિત પરિયોજનાના અનુસાર બચાવ માટે જરુરી કર્મચારી, જાણકારો અને સાધનો પર્યાપ્ત  સંખ્યામાં ઉપલબ્ધ નથી. સરકારી સ્તરે તૈયારીઓની કમીના કારણે પણ બચાવા અભિયાનમાં મોડું થઇ રહ્યું છે.  

26 ઓગસ્ટના ફ્લેશ ફ્લડમાં ભારે તબાહી

નેપાળ-તિબેટ સીમા પાસે 26 ઓગસ્ટે આવેલા ભીષણ ફ્લડે મોટા વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, આ આપત્તિમાં અત્યાર સુધી 675 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 2,400થી વધુ લોકો હજુ લાપત્તા છે. ખરાબ હવામાનને કારણે રાહત અને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.