Sat Sep 05 2026

Logo

સ્પેનમાં 'La Tomatina Festival 2026' શરૂ, ટમેટાથી રમવા દુનિયાભરના લોકોનો જામ્યો મેળો

Buñol   2026-08-30 12:41:00
Author: Mumbai Samachar Team
સ્પેનમાં 'La Tomatina Festival 2026' શરૂ, ટમેટાથી રમવા દુનિયાભરના લોકોનો જામ્યો મેળો

સ્પેનના બુન્યોલ શહેરમાં વિશ્વપ્રસિદ્ધ 'La Tomatina Festival 2026' નું આયોજન થયું છે. આ અનોખા ફેસ્ટિવલમાં હજારો લોકો એકબીજા પર ટમેટાં ફેંકીને ઉજવણી કરે છે. આ વર્ષે શહેરના અનેક એવા રસ્તાઓનો રંગ બદલવાનો છે. શહેરના મોટાભાગના રસ્તા ટામેટાના લાલ રંગથી લાલ થઈ જવાના છે એટલું જ નહીં અનેક શેરીઓ પણ ટામેટાથી ખદબદી રહી છે. 
આ વર્ષ 1.5 લાખ કિલો ટમેટાંનો ઉપયોગનો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી લોકો સ્પેઈનના બુન્યોલ સિટીમાં આવે છે. ખાસ આ ફેસ્ટિવલને જોવા અને માણવા માટે લોકો આવે છે.

150 ટન ટામેટાથી રમશે લોકો
આ વર્ષની ઉજવણીમાં આશરે 1,50,000 કિલો એટલે કે 150 ટન ટમેટાંનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટમેટાં ખાસ કરીને ફેસ્ટિવલ માટે લાવવામાં આવ્યા હતા. તે સામાન્ય રીતે ખાવા માટે યોગ્ય ન હતા. 22 હજાર લોકો આ વર્ષે એક જ સિટીમાંથી આવ્યા હોવાના રિપોર્ટ છે.  વર્ષ 2026ના La Tomatinaમાં લગભગ 22,000 લોકોએ ભાગ લીધો. અહીં સ્થાનિક લોકો ઉપરાંત દુનિયાભરમાંથી આવેલા પ્રવાસીઓ પણ સામેલ થયા હતા. ફેસ્ટિવલ હવે માત્ર સ્પેનનો સ્થાનિક ઉત્સવ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ મોટું આકર્ષણ બની ગયો છે. માત્ર એક કલાકની ‘ટમેટાંની જંગ’ જામશે. 

એક કલાક સુધી ચાલે છે લડાઈ
આ આખી ટમેટાંની લડાઈ લગભગ એક કલાક ચાલે છે. આ ટ્રકોમાં ભરીને ટમેટાં શહેરના રસ્તાઓ પર લાવવામાં આવે છે અને ત્યારબાદ લોકો એકબીજા પર ટમેટાં ફેંકવાનું શરૂ કરે છે. થોડા જ સમયમાં આખું શહેર લાલ રંગમાં રંગાઈ જાય છે. La Tomatinaની શરૂઆત વર્ષ 1945માં એક અચાનક બનેલી ઘટનાથી થઈ હોવાનું માનવામાં આવે છે. યુવાનો વચ્ચે થયેલી મજાકિયા અથડામણ દરમિયાન શાકભાજીના બજારમાંથી ટમેટાં ઉઠાવીને એકબીજા પર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ધીમે ધીમે ટમેટાં ફેંકવાની પરંપરા એક વાર્ષિક ઉત્સવમાં પરિવર્તિત થઈ ગઈ.

એક સમયે ફેસ્ટિવલ પર પ્રતિબંધ
આ ઉત્સવને સ્પેનના તાનાશાહ ફ્રાન્સિસ્કો ફ્રાન્કોના શાસન દરમિયાન એક સમયે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક લોકોના વિરોધ બાદ તેને ફરીથી મંજૂરી મળી અને સમય જતાં La Tomatina વધુ લોકપ્રિય બન્યો. હવે ટિકિટ વગર એન્ટ્રી નથી, આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ટિકિટ વસુલ કરવામાં આવે છે. ટિકિટ વગર અંદર રમવા દેવામાં આવતા નથી.  આ ફેસ્ટિવલની લોકપ્રિયતા એટલી વધી કે મોટી સંખ્યામાં લોકો બુન્યોલ પહોંચવા લાગ્યા. શહેરની વસ્તી કરતાં ફેસ્ટિવલમાં આવનારા લોકોની સંખ્યા વધી જતાં ભાગ લેનારાઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે ટિકિટ સિસ્ટમ લાગુ કરવામાં આવી. હવે ફેસ્ટિવલમાં મર્યાદિત સંખ્યામાં લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે અને ટમેટાં ફેંકતા પહેલાં કચડી નાખવાના હોય છે. આ ઉત્સવ માત્ર મસ્તી માટે નથી; અહીં કેટલીક સુરક્ષા બાબતોનું પણ પાલન કરવું પડે છે. ટમેટાં એકબીજા પર ફેંકતા પહેલાં તેને કચડી નાખવાની સલાહ આપવામાં આવે છે, જેથી કોઈને ગંભીર ઈજા ન થાય. સાથે જ ટ્રકથી સુરક્ષિત અંતર રાખવા અને સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

રસ્તાઓની સફાઈ કેવી રીતે થાય?
એક કલાકની ટમેટાંની જંગ પૂરી થયા બાદ શહેરની સફાઈ શરૂ થાય છે. ફાયર ટ્રક અને પાણીની વ્યવસ્થાથી રસ્તાઓ ધોવામાં આવે છે અને લોકો પણ પોતાના શરીર પરથી ટમેટાં સાફ કરે છે.
રસપ્રદ વાત એ છે કે ટમેટાંમાં રહેલું સિટ્રિક એસિડ કેટલાક રસ્તાઓની સપાટી સાફ કરવામાં મદદ કરે છે, ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’થી ભારતમાં પણ આ ફેસ્ટિવલ લોકપ્રિય થયેલો છે. ભારતીયો માટે La Tomatina ખાસ જાણીતો છે. આ માત્ર મસ્તી નથી, પ્રવાસનનું મોટું આકર્ષણ છે. La Tomatina હવે સ્પેનના સૌથી જાણીતા સાંસ્કૃતિક અને પ્રવાસન આકર્ષણોમાંથી એક બની ગયો છે. દુનિયાના અલગ-અલગ દેશોમાંથી પ્રવાસીઓ માત્ર આ અનોખી ટમેટાંની જંગનો અનુભવ કરવા બુન્યોલ પહોંચે છે.