ઇંગ્લેંડની ટેસ્ટ ટીમના કપ્તાન અને દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પોતાના શાનદાર કરિયરમાં એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. રૂટ હવે ઘરેલુ મેદાન (લોર્ડઝ) પર ટેસ્ટ ક્રિકેટમા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેમણે ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ રાખી દીધો છે.
જો રુટે પાકિસ્તાન વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેંડના બીજા દાવમાં 24 રન બનાવ્યા અને તેમને મોંહમદ અલીએ એલબીડબલ્યૂ આઉટ કર્યા. જો કે આ 24 રન જ તેમને રેકોર્ડ બુકમાં સૌથી ઉપર પહોંચાડવા માટે પૂરતા હતા. હવે ઇંગ્લેંડમાં રૂટના નામે 7594 ટેસ્ટ રન બની ગયા છે. જયારે પોન્ટિંગે ઓસ્ટ્રેલિયામાં 7578 રન બનાવ્યા હતા. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકર 7216 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
જો રૂટે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 89 ટેસ્ટની 156 ઇનિંગ્સમાં 7594 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સરેરાશ 53.85 રહી છે. ઘરેલું મેદાન પર તેમણે 24 સદી અને 35 અડધી સદી ફટકારી છે, જ્યારે તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન રહ્યો છે.
જ્યારે રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયામાં 92 ટેસ્ટની 154 ઇનિંગ્સમાં 7578 રન બનાવ્યા. તેમની સરેરાશ 56.97 રહી અને તેમણે 23 સદી ઉપરાંત 38 અડધી સદી ફટકારી. ઘરેલું ટેસ્ટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 257 રન રહ્યો.
આ યાદીમાં સચિન તેંડુલકર પછી શ્રીલંકાના મહેલા જયવર્મને અને દક્ષિણ આફ્રિકાના જેક કાલિસનો નંબર આવે છે.
સચિનના રેકોર્ડ પર રૂટની નજર
જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના સચિન તેંડુલકરના ઓલટાઇમ રેકોર્ડની પણ નજીક પહોંચી રહ્યો છે. રૂટના નામ પર અત્યાર સુધી 168 ટેસ્ટ મેચોમાં 14208 રન નોંધાયેલા છે. જ્યારે 'ક્રિકેટના ભગવાન' તેંડુલકરે તેમની ટેસ્ટ કારકિર્દીમાં 15921 રન બનાવ્યા હતા. એટલે કે રૂટ તેમનાથી 1713 રન પાછળ છે.
વરસાદ અને ખરાબ રોશનીના કારણે ત્રીજા દિવસે (29 ઓગસ્ટ) માત્ર 24.5 ઓવરની જ રમત શક્ય બની હતી. દિવસના અંતે ઇંગ્લેન્ડે 7 વિકેટે 177 રન બનાવી લીધા હતા અને તેની કુલ સરસાઇ 357 રનની થઈ ચૂકી હતી.
ડેન લોરેન્સ 50 અને ઓલી રોબિન્સન 2 રન પર નોટઆઉટ છે. ઇંગ્લેંડે પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ ફક્ત 110 રન પર સમેટાઇ ગઇ હતી.