Fri Sep 04 2026

Logo

રાજસ્થાનના હનીટ્રેપ કેસના બે વોન્ટેડ ભુજ એલસીબીના હાથે ઝડપાયા: સ્કોર્પિયો કાર અને મોબાઈલ કબજે

2026-08-30 12:58:20
Author: Mumbai Samachar Team
રાજસ્થાનના હનીટ્રેપ કેસના બે વોન્ટેડ ભુજ એલસીબીના હાથે ઝડપાયા: સ્કોર્પિયો કાર અને મોબાઈલ કબજે

ભુજ: રાજસ્થાનના જોધપુર પોલીસ મથકે નોંધાયેલા હનીટ્રેપના ગંભીર ગુનામાં નાસતા-ફરતા બે મુખ્ય આરોપીઓને પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ ઝડપી, પાડી વળતી કાર્યવાહી અર્થે રાજસ્થાન પોલીસને સોંપી દીધા છે.

મળતી વિગતો મુજબ, જોધપુરમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કચ્છમાં છુપાયા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી જોધપુર નિવાસી મનોજ બાબુલાલ બિશ્નોઈ (ઉં.વ. ૨૪) અને માગીલાલ ભગવાનારામ બિશ્નોઈ (ઉં.વ. ૨૨) ને દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને એક મહિન્દ્રા સ્કોર્પિયો કાર જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ સામે જોધપુર પોલીસ મથકે ગુના નંબર ૧૬૦/૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા તથા આઈ.ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો તેમ પશ્ચિમ કચ્છ એલસીબીના એએસઆઈ અનિરૂધ્ધસિંહ રાઠોડે જણાવ્યું હતું.

ઉત્સવ વૈદ્ય