નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ફાટી નિકળેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે ભારતની પેટ્રોલિયમ આયાતને મોટો ફટકો પડ્યો છે, એમાં યુએસે ભારતને રાહત આપી છે અને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવા વધુ 30ની મુદત આપી છે. યુએસના દબાણ સામે સતત નમતું જોખવા બદલ ભારત સરકારની ટીકા કરવામાં આવી રહી છે, એવામાં અભિનેતા-રાજકારણી કમલ હાસને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખરીખોટી સંભળાવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કમલ હાસને ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને એક પોસ્ટ લખી છે, જેમાં તેમણે જણાવ્યું કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને અન્ય દેશોની મરજી મુજબ નિર્ણય લેતું નથી.
કમલ હાસનની સોશિયલ મીડિયા પોસ્ટ:
મક્કલ નીધી મૈયમ પક્ષના સ્થાપક અને રાજ્યસભાના સાંસદ કમલ હાસને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "પ્રિય શ્રી રાષ્ટ્રપતિ, અમે, ભારતના લોકો, એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રના નાગરીકો છીએ. અમે અન્ય દેશોના ઓર્ડરનું પાલન કરતા નથી, મહેરબાની કરીને તમારા પોતાના કામ પર ધ્યાન આપો."
કમલ હાસને કહ્યું, “સ્થાયી વૈશ્વિક શાંતિ માટે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે પરસ્પર આદર એકમાત્ર પાયાની જરૂરીયાત છે. અમે તમારા દેશ અને તેના લોકો માટે શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છેએ.”
To
— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026
The President of the United States of America @POTUS
Dear Mr. President,
We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.
Please mind your own business to the best of your abilities.
Mutual respect…
યુએસ અધિકારીએ શું કહ્યું હતું:
તાજેતરમાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી અને ટ્રમ્પના સહાયક સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે યુએસએ ભારતને રશિયન પેટ્રોલિયમ ખરીદવાની "મંજુરી" આપી છે.
યુએસની એક મીડિયા ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન સ્કોટ બેસેન્ટે કહ્યું "ભારતીયો ખૂબ સારા એક્ટર્સ છે. અમે તેમને કહ્યું હતું કે પ્રતિબંધિત રશિયન પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરે, તેઓ યુએસ પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું શરુ કરશે. પરંતુ વિશ્વભરમાં હાલ પેટ્રોલિયમની ખાધને ઓછી કરવા માટે, અમે ભારતને રશિયન પેટ્રોલિયમ ખરીદવાની પરવાનગી આપી છે.”