ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટિંગ અને ઈન્ક્વાયરી સેવા આપતી સંસ્થા આઈઆરસીટીસી (Indian Railway Catering and Tourism Corporation) પર ટ્રેન ટિકિટનું PNR સ્ટેટસ ચેક કરવું એ રોજિંદો વ્યવહાર છે. સુરક્ષાના ભાગરૂપે અને બોટ્સ (Bots) અટકાવવા માટે પોર્ટલ પર સામાન્ય રીતે સાદા આલ્ફાન્યૂમેરિક અક્ષરો કે પછી ‘2+3’ જેવા સરળ સરવાળા પૂછતો કેપ્ચા (CAPTCHA) મૂકવામાં આવતો હોય છે. પરંતુ તાજેતરમાં એક રેલવે મુસાફર સાથે એવી રમુજી અને ચોંકાવનારી ઘટના બની જેણે ઈન્ટરનેટ પર જોરદાર ચર્ચા જગાવી છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...
મુસાફર જ્યારે પોતાની બુક કરેલી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તે જાણવા PNR સ્ટેટસ ચેક કરવા ગયો, ત્યારે તેને સ્ક્રીન પર અત્યંત કઠિન અને ઉચ્ચ ગણિતનું સમીકરણ (Math Equation Captcha) જોવા મળ્યું. આ જોઈને સામાન્ય મુસાફરો તો ઠીક, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના પણ પરસેવા છૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
PNR સ્ટેટસ તપાસતી વખતે શું બન્યું?
મુસાફરે ટ્રેન ટિકિટની સ્થિતિ જાણવા માટે જેવો 10 આંકડાનો PNR નંબર દાખલ કર્યો, કેપ્ચા વેરિફિકેશન બોક્સમાં સાદા આંકડાઓને બદલે એક જટિલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આવી ગયું. મૂંઝાઈ ગયેલા મુસાફરે આ વિચિત્ર કેપ્ચાનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, "મારે માત્ર મારું PNR કન્ફર્મ થયું છે કે નહીં તે જોવું હતું, IIT-JEE કે ગણિતની પ્રવેશ પરીક્ષા નથી આપવી!"
Pnr status hi toh check kr rha maaf kr do😭 https://t.co/WRLx8N0t5T
— Wellu (@Wellutwt) September 20, 2026
સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર:
આ સ્ક્રીનશોટ વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે રેલવેની કેપ્ચા સિસ્ટમ પર જાતજાતના ફની મીમ્સ અને કટાક્ષ શરૂ કરી દીધા હતા. એક યુઝરે લખ્યું હતું કે હવે ટ્રેનની ટિકિટ ચેક કરવા માટે સાથે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને ગણિતના શિક્ષકને બેસાડવા પડશે. જ્યારે અન્ય એક યૂઝરે ટિપ્પણી કરી, આટલું અઘરું ગણિત આવડતું હોત તો હું ઈસરો (ISRO)માં વૈજ્ઞાનિક હોત, સ્લીપર ક્લાસનું સ્ટેટસ ન જોતો હોત!...
કેપ્ચામાં આવી ક્ષતિ કેમ સર્જાઈ?
સામાન્ય રીતે આવી સ્થિતિ વેબસાઈટના બેકએન્ડ અલ્ગોરિધમમાં અચાનક આવેલી ટેકનિકલ ખામી (ગ્લિચ) અથવા રેન્ડમ કેપ્ચા જનરેશન સિસ્ટમમાં થયેલી કોઈ એરરને કારણે પેદા થતી હોય છે. જોકે, થોડા સમય માટે પેસેન્જરને મૂંઝવણમાં મૂકી દેનારી આ ઘટના હાલ ઈન્ટરનેટ પર ભારે વાઈરલ થઈને લોકોને પેટ પકડીને હસાવી રહી છે.