Sun Apr 19 2026

Logo

હોર્મુઝમાંથી ક્રૂડ ટેન્કર પસાર થવા બદલ ઈરાને મૂકી મોટી શરત, ચીન મનોમન હરખાયું

Tehran   2026-03-14 18:13:48
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ દુનિયાભરના દેશ પર ઊર્જા સંક્ટ ઊભું થયું છે. મિડલ ઈસ્ટમાં લડાઈને કારણે અનેક દેશના બજેટ ખોરવાય જાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. યુદ્ધના માહોલ વચ્ચે હવે ઈરાને રાહતના વાવડ આપ્યા છે. ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા ટેન્કરને સિમિત રૂતે પસાર થવા દેવા પર વિચારણા કરી રહ્યો છે. આ માટે ઈરાને શરત પણ મૂકી છે. ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, તેલના ટેન્કરને હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવે પણ ક્રૂડ ઓઈલનો વેપાર અમેરિકી ડૉલરના બદલે ચીનના ચલણ યુઆનમાં કરવામાં આવે.

નવી યોજના અમલમાં મૂકી શકે

સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઈરાન હવે કોઈ નવી યોજના તૈયાર કરવાના મૂડમાં છે,જેની અસર એ થઈ શકે છે કે, હોર્મુઝમાંથી પસાર થતા ક્રૂડ ઓઈલના ટેન્કરને કંટ્રોલ કરી શકાય. હવે યોજના કઈ છે અને કેવી રીતે લાગુ કરવાની છે એ અંગે ઈરાની અધિકારીએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. હવે જો આ યોજના લાગુ થઈ ગઈ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં યુઆનનું કદ વધી શકે છે. ચીનનું ચલણ રાતોરાત મોટું થઈ જશે. 

હોર્મુઝ ક્રિક સૌથી મહત્ત્વનો જળમાર્ગ

હોર્મુઝ ક્રિકને ક્રૂડ ઓઈલના પરિવહન માટેનો સૌથી મહત્ત્વનો જળમાર્ગ માનવામાં આવે છે. આ જ રૂટ પર અમેરિકા અને ઈઝરાયલ બન્નેની નજર છે. દુનિયાના દેશમાં પહોંચતુ મોટાભાગનું ક્રૂડ અહીંથી જહાંજ વાટે પસાર થાય છે. આ જ કારણ છે કે, ઈરાનની લડાઈ વૈશ્વિક ક્રૂડ માર્કેટને અસર કરે છે. જુલાઈ 2022માં ક્રૂડના ભાવ સૌથી વધારે હતા એ પછી હવે વધ્યા છે, જેને સૌથી વધારે સર્વોચ્ચ હોવાનું મનાય છે. યુક્રેન-રશિયા યુદ્ધ બાદ વૈશ્વિક ધોરણે દુનિયાના અનેક દેશમાં ઊર્જાનું સંક્ટ ઊભું થઈ રહ્યું છે. આ કારણે ક્રૂડની કિંમતમાં વધારો થયો છે. 

ક્રૂડનો વેપાર ડૉલરમાં

દુનિયામાં મોટાભાગના ક્રૂડ ઓઈલ બિઝનેસમાં ચૂકવણું અમેરિકી ડૉલરમાં થાય છે. રશિયન તેલ પર પ્રતિબંધ લાગ્યા બાદ ક્રૂડ રૂબલ અથવા યુઆનમાં વેચાઈ રહ્યું છે. હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સતત એવા પ્રયાસ કરી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રૂડ બિઝનેસમાં યુઆનમાં ચૂકવણું થાય. ખાસ કરીને સાઉદી અરેબિયા પાસેથી ક્રૂડ ખરીદતી વખતે યુઆનમાં ચૂકવણું કરવામાં આવે. છતાં અમેરિકી ડૉલરને પ્રાધાન્ય મળી રહેતા ચીને આ ગમતું નથી.ડૉલર સૌથી વધારે ઉપયોગમાં રહેતી કરંસી છે. યુઆનને વૈશ્વિક માર્કેટમાં કોઈ રીતે સ્વીકૃતિ મળી નથી. હવે જો હોર્મુઝ સ્ટ્રેટ ક્રિક બંધ થઈ જાય તો સૌથી વધારે ફાયદો રશિયા થાય એમ છે. 

અમેરિકાએ છૂટછાટ આપી

હોર્મુઝ જળમાર્ગ બંધ થયા બાદ ઈરાનની સ્થિતિને ધ્યાને લેતા અમેરિકાએ ક્રૂડ માર્કેટને સ્થિર રાખવા રશિયાના ક્રૂડ ઓઈલ સેક્ટર પર લગાવેલા પ્રતિબંધ હળવા કર્યા હતા. ઘણી છૂટછાટ આપી હતી.હવે ક્રૂડના પૈસાથી રશિયા કમાશે તો ફરી તે પોતાની સૈન્યશક્તિને મજબૂત કરશે, જેની માઠી અસર યુક્રેન પર પડી શકે એમ છે. જોકે, હોર્મુઝ રૂટને લઈને ઈરાન હવે અમેરિકા સામે લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.