Tue Jul 14 2026

Logo

જાણો.. દેશના કયા રાજ્યમાં કેટલો ઓછો અને વધારે વરસાદ પડયો

2026-07-14 17:50:01
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારતમાં ચોમાસાની શરૂઆત થઇ છે. જેમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન પ્રથમ પખવાડિયા 1 થી 13 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાયો છે. જેમાં અમુક રાજ્યોમાં ચિંતાજનક સ્થિતી ઉભી થઇ છે.  

મણિપુરમાં સામાન્ય કરતાં 73 ટકા ઓછો વરસાદ નોંધાયો

હવામાન વિભાગના આંકડા મુજબ, મણિપુરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં સામાન્ય કરતાં 73 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. મેઘાલયમાં વરસાદની 54 ટકા ઘટ નોંધાઈ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં વરસાદની 50-50 ટકા ઘટ જોવા મળી છે. 

બિહાર અને ઝારખંડમાં વરસાદની ઘટ 

જ્યારે  બિહાર અને ઝારખંડમાં અનુક્રમે 44 ટકા અને 43 ટકા વરસાદની ઘટ  નોંધાઈ છે. આસામમાં 34 ટકા ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં પણ 25 થી 33 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી છે.

લદ્દાખમાં 71 ટકા વધારે વરસાદ 

હવામાન વિભાગના આંકડા મુજબ, લદ્દાખમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રેન્જ 7.6  મિલીમીટર કરતા  71 ટકા વધારે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં 119.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રેન્જ 140.1 મિલીમીટર કરતા  15 ટકા ઓછો છે.

પંજાબમાં 28 ટકા ઓછો વરસાદ નોંધાયો 

તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં 191.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રેન્જ 195.6  મિલીમીટર કરતા 2 ટકા ઓછો છે. પંજાબમાં 85.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રેન્જ 117.8  મિલીમીટર કરતા 28 ટકા ઓછો છે.

પશ્ચિમ બંગાળમાં 1 ટકા ઓછો વરસાદ 

હરિયાણામાં 102.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રેન્જ 112.8 મિલીમીટર કરતા 9 ટકા ઓછો છે. જ્યારે રાજસ્થાનમાં 4 ટકા ઓછો, દિલ્હીમાં 15 ટકા વધુ,  ઉત્તર પ્રદેશમાં 19 ટકા ઓછો,  બિહારમાં 44 ટકા ઓછો, પશ્ચિમ બંગાળમાં 1 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

ઝારખંડમાં 43 ટકા ઓછો વરસાદ

જ્યારે સિક્કિમમાં 16 ટકા વધુ, આસામમાં 34 ટકા ઓછો, અરુણાચલ પ્રદેશમાં 50 ટકા ઓછો, નાગાલેન્ડમાં 50 ટકા ઓછો, મણિપુરમાં 73 ટકા ઓછો,  મિઝોરમમાં 13 ટકા ઓછો, ત્રિપુરામાં 1 ટકા ઓછો, મેધાલયમાં 54 ટકા ઓછો, ઝારખંડમાં 43 ટકા ઓછો વરસાદ પડયો છે. 

ગુજરાતમાં 22 ટકા અને મહારાષ્ટ્રમાં 5 ટકા ઓછો વરસાદ

જ્યારે ઓડિશામાં  7.4 ટકા વધારે, છત્તીસગઢમાં 24 ટકા ઓછો, મધ્ય પ્રદેશમાં 3 ટકા ઓછો, ગુજરાતમાં 22 ટકા ઓછો, મહારાષ્ટ્રમાં 5 ટકા ઓછો, ગોવામાં 33 ટકા ઓછો, આંધ્ર પ્રદેશમાં  25 ટકા ઓછો, તેલંગાણામાં 26 ટકા ઓછો, કર્ણાટકમાં 24 ટકા ઓછો, કેરળમાં 29 ટકા ઓછો,તમિલનાડુમાં 16 ટકા વધારે, આંદામાન અને નિકોબારમાં 28 ટકા વધારે અને લક્ષદ્વીપમાં 20 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.