મુંબઈઃ આલિયા ભટ્ટની ફિલ્મ 'આલ્ફા' બોક્સઓફિસ પર ધીમી ધારે કમાણી કરી રહી છે. ફિલ્મના એક્શનસિન પર ફેન્સ ફિદા છે તો આલિયાના અલગ અંદાજથી લોકો થોડા હવે ઈમ્પ્રેસ થયા છે. આ ફિલ્મ માટે આલિયા મસમોટી ફી લીધી હતી. આ પછી હવે આલિયાના પોર્ટફોલિયોમાં નવી વધુ એક ફિલ્મ એડ થઈ ચૂકી છે. સોહમ શાહની ફિલ્મ 'તુંબાડ'ના બીજાભાગમાં લીડ એક્ટ્રેસ તરીકે આલિયા જોવા મળે તો નવાઈ નહીં. સોહમે તાજેતરમાં જ આલિયા સાથેનો એક ફોટો શૅર કરીને ફિલ્મની ટીમમાં એનું સ્વાગત કર્યું હતું. હોરર થ્રિલર ફિલ્મમાં હવે આલિયાની એન્ટ્રી ફાયનલ માનવામાં આવે છે. આલિયાના કરિયરની પહેલી હોરર થ્રિલર ફિલ્મ છે. એ પણ એક ફ્રેન્ચાઈઝી તરીકે આવી રહી છે.
ફેન્સે ડાયરેક્ટરને સલાહ આપી
સોહમ શાહે આલિયા સાથેનો ફોટો શૅર કરીને એક મોટી જાહેરાત કરી દીધી છે. સોહમે ફોટોમાં લખ્યું હતું કે, એક નવા ચેપ્ટરની શરૂઆત, 'તુંબાડ-2'માં સ્વાગત છે આલિયા ભટ્ટ. 3 ડિસેમ્બર 2027ના રોજ હવે પ્રલય આવશે. આ પોસ્ટ પર ફેન્સ દિલ ખોલીને રીએક્શન આપી રહ્યા છે. આલિયા ફિલ્મ સાથે જોડાતા મિશ્રપ્રતિસાદ મળી રહ્યા છે. એક યુઝર્સે તો એવું લખ્યું કે, 'તુંબાડ' સાથે આલિયા જોડાયા હવે તુંબાડ યુનિવર્સ અપગ્રેડ થઈ ગઈ. કંઈ તો શાનદાર થઈ રહ્યું છે. એક યુઝરે એવું લખ્યું કે, આલિયા હંમેશા કંઈક ચેલેન્જિંગ કરવામાં માને છે. આ કારણે તે બીજી એક્ટ્રેસ કરતા અલગ છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું કે, સોહમ શાહ હવે સિક્વન્સને કોઈ રીતે ખરાબ ન કરતા.આ ફિલ્મ પાસેથી ફેન્સને ઘણીખરી આશા છે. આ ફિલ્મમાં બોલિવૂડના સિનિયર એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકી પણ છે. જ્યારે નવાઝની એન્ટ્રી થઈ એ સમયે પણ સોહમે એક ફોટો શૅર કરીને અપડેટ આપી હતી. હવે કોનો રોલ શું છે અને કેવો છે એ તો ટીઝર આવ્યા બાદ જ ખ્યાલ આવશે. આ સિવાય ટ્રેલર આવશે તો વધારે ચિત્ર સ્પષ્ટત થશે.
આલિયા માટે પહેલો પ્રયોગ
આલિયા પહેલીવાર કોઈ હોરર થ્રિલર ફિલ્મ સાથે કામ કરી રહી છે. હવે તેનું કામ કેવું છે એ જોવા-જાણવા માટે ફેન્સ એક્ઝાઈટેડ છે. આલિયાએ પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે પહેલીવાર ફિલ્મ 'તુંબાડ' જોઈ એ સમયે જ ફિલ્મ મારાથી અટેચ થઈ ગઈ હતી. ટૂંકા સમયમાં એવી ફિલ્મો એક અલગ દુનિયા બનાવી દે છે. જે રિલીઝ થયાના વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કરે છે. હવે આ દુનિયાનો એક ભાગ બનવા જઈ રહી છું. આ એક સ્પેશ્યલ મોમેન્ટથી કંઈ કમ નથી.હું સોહમ સાથે કામ કરવા માટે એક્ઝાઈટેડ છું. એના બે આર્ટિસ્ટને હું ખૂબ જ પસંદ કરૂ છું.દર્શકોને પણ આ મારી નવી ફિલ્મ બતાવવા માટે એક્ઝાઈટેડ છું હવે અમે સાથે મળીને આ ફિલ્મ તૈયાર કરી રહ્યા છીએ.રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે એક મસમોટું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. એક હાઈસ્કેલ પર ફિલ્મ તૈયાર થઈ રહી છે. આ માટે મુંબઈમાં 7થી 8 એકરમાં એક સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.