Fri May 01 2026

Logo

કરિયરઃ લિટરેચર આપશે કરિયરને નવી ઊડાન...

2026-03-28 11:14:00
Author: Kirti Shekhar
Article Image

 

કીર્તિ શેખર

કરિયર લિટરેચર એટલે કે કરિયર માટે પ્રોત્સાહિત કરનારાં પુસ્તકો, લેખ, બ્લોગ્સ, બાયોગ્રાફી ગાઈડ્સ વગેરેનો આપણા કરિયર ગ્રોથમાં અગત્યની ભૂમિકા હોય છે. જોકે એના પક્ષમાં અને વિરોધમાં તર્ક આપનારા ઘણાં લોકો મળી રહેશે. 

વાસ્તવમાં કરિયર લિટરેચર કોઈ ચમત્કાર નથી કે એને વાંચ્યું એટલે આપણી કરિયર ચમકી જશે. 

જોકે સાવ એવું પણ નથી કે એનાથી આપણાં જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. જો એનું મહત્ત્વ સમજી લેવામાં આવે તો પ્રોફેશનલ જીવનમાં એ અગત્યનો ભાગ ભજવી શકે છે. તો આ લેખમાં તમને જણાવીશું કે કઈ નોકરી માટે કરિયર લિટરેચર મહત્ત્વું છે.

નિર્ણાયક દિશા

કેટલાંક લોકો મહેનત તો ખૂબ કરે છે, પરંતુ તેમની પાસે કરિયરને લઈને કોઈ સ્પષ્ટતા નથી હોતી. કરિયર લિટરેચર આપણને એ દિશા આપે છે. એનાથી આપણને જાણ થાય છે કે વાસ્તવમાં કઈ સ્કિલ તમારા કરિયર માટે અગત્યની છે, વર્તમાનમાં ઇન્ડસ્ટ્રીમાં શેની જરૂર છે. 

કરિયર લિટરેચરથી જાણ થાય છે કે કેવા પ્રકારની ભૂલોથી બચવું જોઈએ. કરિયર લિટરેચર આપણને નવી દિશા આપે છે, આપણી વિચારધારામાં પરિવર્તન લાવે છે અને અનેક ભ્રમને દૂર કરે છે. 

નકારાત્મકતામાંથી સકારાત્મક અભિગમ તરફ લઈ જાય છે. સાથે જ નિષ્ફળતાઓથી પણ બચી શકાય છે. એથી એમ કહી શકાય કે કરિયર લિટરેચર આપણને માહિતી પૂરી પાડવાની સાથે જ આપણા વિચારોને પણ ટ્રેનિંગ આપે છે.

વ્યવહારમાં પરિવર્તન

કરિયર લિટરેચર આપણને અનેક કાર્યો કરવાની પેરણા આપે છે. કોઈ એક સ્કિલને દરરોજ શીખવાથી એમાં પાવરધા બની શકાય છે. નેટવર્કિંગ શરૂ કરવા માટે સક્ષમ બનાવે છે. સાથે જ આપણું રેઝ્યુમે કેવી રીતે આકર્ષક દેખાય એના પણ સમજ આપે છે. 

કરિયરમાં મનોવિજ્ઞાન પણ ખૂબ જરૂરી છે. કરિયરમાં બદલાવ અહીંથી જ આવે છે. કરિયર લિટરેચરનો ક્નટેન્ટ વ્યાવહારિક અને વાસ્તવિક હોય છે. જોકે માત્ર વાંચન કરવાથી એક્સપર્ટ નહીં બની જવાય. એને જીવનમાં પણ ઊતારવું પડે છે. સફળતા એક રાતમાં નથી મળતી. એની માટે તો તનતોડ મહેનત કરવી પડે છે. એટલે જ કહેવાયું છે કે `સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય.'
કુલ મળીને કરિયર લિટરેચરમાં 30 ટકા પ્રેરણા અને 70 ટકા એક્શનની બ્લ્યૂ પ્રિન્ટ હોય છે. 

કેમ ઘટી રહ્યા છે મોટિવેશનલ વીડિયોઝ?
છેલ્લાં થોડાં વર્ષોથી જોવા મળ્યું છે કે લોકો હવે મોટિવેશનલ વીડિયોઝ જોવા માટે ઘેલા નથી. લોકોને હવે સમજાયું છે કે માત્ર સારી-સારી વાતો સાંભળીને વ્યક્તિ સારી નથી બની જતી. એના માટે તો સારી છાપ ઊભી કરવી પડે છે. 

મોટિવેશનલ વીડિયોઝ સતત જોતા રહેવાથી એનો પ્રભાવ ધીરે-ધીરે ઓસરી જાય છે. સાથે જ કેટલીક કહેવતોને વારંવાર કહેવામાં આવે તો એ મજાક બનીને રહી જાય છે. એના પર અમલ થતું નથી. એને સાંભળીને પ્રોત્સાહન પણ નથી મળતું. `નેવર ગીવઅપ', `યુ કેન ડુ ઇટ.' આ વાક્યો સતત સાંભળીને કંટાળો આવી જાય છે. એનું મહત્ત્વ પણ ઘટી જાય છે. 

વાત કરીએ કરિયર લિટરેચરની તો એ કોઈ જાદુઈ ચિરાગ નથી કે એેને આદેશ આપતાં જ એક ઝટકામાં કામ થઈ જાય. સફળતા મેળવવા માટે અથાક પરિશ્રમની જરૂર પડે છે.