આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાતજાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર નેટિઝન્સનું દિલ જિતી રહ્યું છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોને જોઈને માણસાઈ પરનો તમારો ભરોસો વધારે મજબૂત થઈ જશે. આ વીડિયો જોઈને લાખો લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી હતા. હાઈવે પર ભયાનક આંધી-તૂફાન વચ્ચે મુશ્કેલીમાં ફસાયેલા એક અજાણ્યા પરિવારની વહારે આવેલા કાર ચાલકની ઉદારતાએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાઈવે પર બાઈક પર નાના બાળક સાથે પ્રવાસ કરી રહેલું કપલ વાવાઝોડાને કારણે ફસાઈ ગયું હતું. પવન એટલો ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો કે રસ્તા પર સામે જોવું પણ મુશ્કેલ હતું. આવી કટોકટીની પરિસ્થિતિમાં કપલ પાસે હાઈવેની સાઈડમાં ઊભા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તોફાનની સ્પીડ જોઈને મહિલા પોતાના બાળકને છાતી સરસો ચાંપીને રક્ષણ મેળવવા ફાંફા મારી રહી હતી અને આખો પરિવાર અત્યંત ડરેલો હતો.
આ મુશ્કેલ સમયમાં જ્યારે આસપાસથી પસાર થતાં વાહનો પોતાની ધૂનમાં આગળ વધી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતી એક કારના ડ્રાઈવરની નજર આ પરિવાર પર પડી. પરિસ્થિતિની ગંભીરતા અને બાળકની સુરક્ષાનો વિચાર કરીને આ અજાણ્યા વ્યક્તિએ સેકન્ડના પણ વિલંબ વગર પોતાની કાર હાઈવેના કિનારે રોકીને માસૂમ બાળક અને મહિલાને સુરક્ષિત રીતે પોતાની કારમાં બેસાડી દીધા હતા. એક અજાણ્યા મુસાફરની આ સમયસૂચકતા અને નિઃસ્વાર્થ મદદ આખા પરિવાર માટે જીવનદાન સમાન સાબિત થઈ હતી.
Humanity Peaked Here….! 🔥🙌🏼 pic.twitter.com/9BluUQsigb
— Ravi Tiwari🇮🇳 (@Ravitiwariii_) June 2, 2026
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ નેટિઝન્સ કાર ચાલકની દરિયાદિલીને વખાણી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે, આ ભાઈએ ખરા અર્થમાં માઈસાઈની મિસાલ કાયમ કરી છે, દિલ જીતી લીધું. જ્યારે બીજા એક એક યુઝરે લખ્યું હતું આજના સમયમાં જ્યાં લોકો અકસ્માત જોઈને પણ ઉભા નથી રહેતા, ત્યાં આવી ઘટનાઓ માણસાઈમાં વિશ્વાસને મજબૂત બનાવે છે.
અત્યાર સુધી આ વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. તમે પણ સોશિયલ મીડિયા પર આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. આ વીડિયો જોઈને તમારી આંખમાં પણ હર્ષાશ્રુ આવી જશે.