Wed Jul 29 2026

Logo

ભિવંડીમાં બાળકીનો વિનયભંગ: આરોપી ઝડપાયો

2026-04-08 18:45:56
Author: Yogesh D. Patel
Article Image

ભિવંડી: ભિવંડીમાં ઇમારતના દાદરા ઊતરી રહેલી 10 વર્ષની બાળકીનો વિનયભંગ કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી પાડીને લોકઅપભેગો કરી દીધો હતો.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં ધરપકડ કરેલા આરોપીની ઓળખ શાહરુખ અયુબ ખાન તરીકે થઇ હતી. 

બાળકી સોમવારે સાંજે તેના ઘરેથી નીકળી હતી અને ઇમારતના દાદરા ઊતરી રહી હતી ત્યારે નીચે છુપાયેલો આરોપી અચાનક બાળકી સામે આવીને ઊભો રહી ગયો હતો. તેણે બાળકીનો વિનયભંગ કર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. 

ગભરાયેલી બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને પોતાના ઘરે પહોંચ્યા બાદ માતા-પિતાને ઘટના વિશે જાણ કરી હતી. બાળકીનાં માતા-પિતાએ ત્યાર બાદ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યા બાદ આરોપીની શોધ આદરી હતી અને તેને ઝડપી પાડ્યો હતો.