Mon Sep 28 2026

Logo

હિંમત ના હારઃ એમેઝોને 15 વાર રિજેક્ટ કર્યો, સતત પ્રયાસોથી એન્જિનિયરને મળ્યું ₹1.1 કરોડનું પેકેજ

2026-09-08 19:54:11
Author: Mumbai Samachar Team
હિંમત ના હારઃ એમેઝોને 15 વાર રિજેક્ટ કર્યો, સતત પ્રયાસોથી એન્જિનિયરને મળ્યું ₹1.1 કરોડનું પેકેજ

અમર્યાદિત પ્રયાસો ક્યારેક એવી અણધારી સફળતા લેવી દે જેની કોઈ કલ્પના ન કરી શકે. સતત પ્રયાસ કરવા કરતા દરેક પ્રયાસ વખતે તેની તીવ્રતા વધારવાથી પરિણામ બદલે છે. આ જ વાત સાબિત કરીને બતાવી છે ગંતવ્ય માલવીયાએ, જેણે પોતાના અવિરત પ્રયાસોથી 1.1 કરોડની નોકરી મેળવી છે એ પણ એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીમાં. ગંતવ્યએ એનએનસીટી ભોપાલમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પણ એમેઝોનમાંથી રિજેક્શન મળ્યા બાદ મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તો એમેઝોનમાં કરોડ રૂપિયાની નોકરી લીધે છૂટકો. એમેઝોન જર્મનમાં ગંતવ્યનું પેકેજ 1.1 કરોડ રૂપિયા છે. 

ટેક ઈન્ડસ્ટ્રીમાં આ રીતે જગ્યા બનાવી

તાજેતરમાં જ ટ્વીટર પર પોસ્ટ શૅર કરીને માલવીયાએ જણાવ્યું હતું કે એમેઝોન છોડીને ટેક્સફિક્સ નામની કંપનીમાં તે જોડાયો હતો. જે એના ટેક કરિયરનું નેક્સ્ટ સ્ટેપ હતું. તેના ટેક કરિયરની શરૂઆત કમ્પ્યુટર સાયન્સના જુદા જુદા પ્રોજેક્ટ તથા નોન કમ્પ્યુટિંગ એન્જિનિયરિંગ સાથે થઈ હતી. તેમ છતાં એક અડગ વિશ્વાસ સાથે તેણે ટેક ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની જગ્યા બનાવી હતી. ટેક જર્ની માત્ર એને પેકેજના કારણે ચર્ચામાં છે પણ એની મહેનત પર ફોક્સ કરવામાં આવે તો તેણે પોતાના અભ્યાસની સાથે જ કેટલીક ટેક્નિકલ સ્કિલ શીખી હતી. 

પ્રેક્ટિકલ અનુભવ મેળવ્યો હતો. વારંવાર રિજેક્શન મળવા છતા નાસીપાસ થવાના બદલે સતત અરજીઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. એની આ જર્ની એવું પુરવાર કરે છે કે, માત્ર સારી ડિગ્રી અથવા મોટું પેકેજ જ જરૂરી નથી હોતુ, એક ચોક્કસ દિશામાં પ્રયાસ અનિવાર્ય હોય છે. એન્જિનીયરિંગના અભ્યાસ દરમિયાન ટેક્નોલોજી સાથે જોડાયેલા પ્રકરણને સમજવાના શરૂ કરી દીધા. 

પંદર વાર અરજી રિજેક્ટ થઈ

શરૂઆતમાં આ પ્રોગ્રામ શીખવામાં અવશ્ય મુશ્કેલી પડી પણ ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરીધમ, પાયથન તથા મશીન લર્નિગની સાથે પિંગપોંગ જેવા વ્યવહારિક કહી શકાય એવા પ્રોજેક્ટ સામેલ હતા.ઈન્ટર્નશીપ અને એલએનસિટીના કોડિંગ સાથે એક વ્યવહારિક અનુભવ પણ મેળવ્યો હતો. એમેઝોનમાં નોકરીનો સંકલ્પ લઈને તેણે સતત પ્રયાસ કરવાના ચાલું રાખ્યા હતા. 

એમેઝોનમાંથી માલવીયાને ઓછામાં ઓછા 15 વાર રિજેક્ટ કરવામાં આવ્યા. પણ નાપાસને નાસીપાસ ન માનીને ફરી જ્યારે નોકરી માટેની જાહેરાત થાય ત્યારે અરજી અચૂક કરી દેતો. પછી એમેઝોન જર્મની માટે શોર્ટલિસ્ટ થયો અને જોબ પ્રોસેસ સરળતાથી પૂરી કરી. પછી હવે જર્મનીમાં નોકરી મેળવી છે. 1.1 કરોડનું પેકેજ મળતા એના પ્રયાસ સફળત થયા છે અને હવે તે સારી એવી નોકરીમાંથી કમાઈ રહ્યો છે.