અમદાવાદઃ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં નેશનલ હાઈવે-41 પર 57.80 કિમી લંબાઈ ધરાવતા ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને 6-લેન બનાવવા માટે રૂ. 991.19 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત રરી હતી.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, આ સેક્શન દીનદયાળ (કંડલા) પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ માલવાહક માર્ગ છે. આ બંને બંદરો ઉત્તર ભારત માટે વેપાર અને લોજિસ્ટિક્સના મુખ્ય પ્રવેશદ્વાર છે, જે ઉદ્યોગ, કૃષિ અને બજારોની જરૂરિયાતો પૂર્ણ કરે છે. રસ્તાને પહોળો કરવાનું સમગ્ર કામ હાલના 'રાઇટ ઓફ વે'ના દાયરામાં જ કરવામાં આવશે.
દૈનિક 55,000 થી વધુ પેસેન્જર કાર યુનિટ્સનો ભાર વહન કરતા આ કોરિડોર પર મુખ્યત્વે બંદરો તરફ જતા ભારે વાહનોની અવરજવર રહે છે. હવે તેને વધુ સુરક્ષિત, ઝડપી અને ટ્રાફિક-મુક્ત બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં એક નવો ફ્લાયઓવર, વાહનો માટે નવા અંડરપાસ, મોટા અને નાના પુલોનું પુનઃનિર્માણ તેમજ અકસ્માત સંભવિત સ્થળો પર વિશેષ સુરક્ષા પગલાં સામેલ છે.
📢 गुजरात 🛣️ गुजरात में राष्ट्रीय राजमार्ग-41 के 57.80 लंबाई के गांधीधाम (कांडला)-मुंद्रा पोर्ट सेक्शन को 6-लेन का बनाने के लिए 991.19 करोड़ रुपए की लागत के साथ स्वीकृति दी गई है। यह सेक्शन दीनदयाल (कांडला) पोर्ट और मुंद्रा पोर्ट को जोड़ने वाला एक महत्वपूर्ण माल परिवहन मार्ग है। ये दोनों बंदरगाह उत्तर भारत के लिए व्यापार और लॉजिस्टिक्स के मुख्य द्वार हैं, जो उद्योग, कृषि और बाजारों की जरूरतों को पूरा करते हैं। सड़क को चौड़ा करने का पूरा काम मौजूदा 'राइट ऑफ वे' (उपलब्ध जमीन) के दायरे में ही किया जाएगा। रोजाना 55,000 से ज्यादा PCU (पैसेंजर कार यूनिट्स) का भार उठाने वाले इस कॉरिडोर पर मुख्य रूप से बंदरगाह की ओर जाने वाले भारी वाहनों का आवागमन होता है। अब इसे और अधिक सुरक्षित, तेज और जाम-मुक्त बनाया जाएगा। इस प्रोजेक्ट में एक नया फ्लाईओवर, वाहनों के लिए नए अंडरपास, बड़े और छोटे पुलों का पुनर्निर्माण, और दुर्घटना की आशंका वाले चिह्नित स्थानों पर विशेष सुरक्षा उपाय शामिल हैं। इस अपग्रेडेड हाईवे से यात्रा के समय में लगभग 20% की कमी आएगी, लॉजिस्टिक्स लागत घटेगी, और बंदरगाहों तथा उत्तर भारत के औद्योगिक और कृषि क्षेत्रों के बीच माल की आवाजाही तेज होगी। इससे कच्छ में व्यापार, उद्योग और रोजगार को बढ़ावा मिलेगा, भारत के समुद्री द्वार के रूप में गुजरात की भूमिका और मजबूत होगी, और 'विकसित भारत' के लिए एक विश्व-स्तरीय लॉजिस्टिक्स नेटवर्क बनाने की दिशा में देश एक कदम और आगे बढ़ेगा। #PragatiKaHighway #GatiShakti #BuildingTheNation @PMOIndia @Bhupendrapbjp @AmitShah @mansukhmandviya @CRPaatil @Nimu_Bambhaniya @VinodChavdaBJP @iJagdishBJP @BJP4Gujarat
— Nitin Gadkari (@nitin_gadkari) October 15, 2026
આ અપગ્રેડેડ હાઈવેથી મુસાફરીના સમયમાં અંદાજે 20 ટકા નો ઘટાડો થશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, અને બંદરો તેમજ ઉત્તર ભારતના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રો વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનશે. આનાથી કચ્છમાં વેપાર, ઉદ્યોગ અને રોજગારીને પ્રોત્સાહન મળશે, ભારતના દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત થશે અને વિકસિત ભારત માટે વૈશ્વિક કક્ષાનું લોજિસ્ટિક્સ નેટવર્ક ઊભું કરવાની દિશામાં દેશ વધુ એક ડગલું આગળ વધશે.