Sat Sep 05 2026

Logo

1984ના શીખ રમખાણોના દોષિત અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન, કોના ખાસ હતા?

2026-08-20 15:46:21
Author: Vimal Prajapati
1984ના શીખ રમખાણોના દોષિત અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન, કોના ખાસ હતા?

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને એક સમયે દિગ્ગજ નેતા તરીકે જાણીતા સજ્જન કુમારનું આજે નિધન થઈ ગયું હતું. દિલ્હીમાં આવેલી સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સજ્જન કુમારનું નિધન થયું હતું. સજ્જન કુમારની ગણના એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થતી હતી, પરંતુ મહત્વની વાત એ છે કે, સજ્જન કુમાર 1984ના શીખ વિરોધી રમખાણોમાં તેઓ આરોપી સાબિત થયા હતા. કોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેથી શીખ વિરોધી રમખાણોના આરોપસર સજ્જન કુમાર તિહાર જેલમાં સભા ભોગવી રહ્યાં હતાં, જ્યારે આજે તેમનું અવસાન થયું છે. 

ઈન્દિરા ગાંધીના નવરત્નમાંથી એક તરીકે થતી હતી ગણતરી

સજ્જન કુમાર એક સમયે દિલ્હીમાં કોંગ્રેસના ખૂબ જ પ્રભાવી અને દબંગ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ હતાં. દિલ્હીમાં જન્મેલા સજ્જન કુમારનું 1970ના દશકથી રાજનીતિમાં સક્રિય થઈ ગયાં હતાં. એક સમય એવો હતો જ્યારે સજ્જન કુમારની ગણતરી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીના 'નવરત્નો'માં થતી હતી. જેનો તેમને રાજકીય ક્ષેત્રે ઘણો ફાયદો પણ ઉઠાવ્યો હતો. સંજય ગાંધીની કારણે તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા.

ડેરીના વ્યવસાયમાં રહેલા સજ્જન કુમાર રાજકારણી બન્યા 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પહેલા સજ્જન કુમાર ડેરીના વ્યવસાયમાં કામ કરતા હતાં. પછી તેમની કિસ્મત બદલાઈ અને તેઓ રાજકારણમાં આવ્યાં! સૌથી પહેલા તેમણે દિલ્હી નગર નિગમમાં કાઉન્સિલરની ચૂંટણી લડી તેમાં જીત પણ મેળવી હતી. તે પછી તેઓ કોંગ્રેસ કમિટીના મહાસચિવ બન્યા અને તેમનું રાજકીય ભવિષ્ય ઉજ્જળ થવા લાગ્યું. 1980, 1991 અને 2024માં તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેઓ જીત્યાં પણ હતા. સંજય ગાંધીના ખાસ હોવાના કારણે કોંગ્રેસ પાર્ટીમાં મજબૂત સ્થાન પામી લીધું હતું. 

સજ્જન કુમાર ત્રણ વખત ચૂંટણી જીતીને સાંસદ બનેલા

તમને જણાવી દઈએ કે, 1977ની ચૂંટણીમાં સજ્જન કુમારને કોંગ્રેસે ટિકિટ આપી અને આ ચૂંટણીમાં તેમણે દિલ્હીના પહેલા મુખ્ય પ્રધાન રહેલા બ્રહ્મ પ્રકાશને હરાવી દીધા હતા. પરંતુ બાદમાં જ્યારે દિલ્હીના રમખાણ કેસમાં તેમનું નામ પ્રકાશમાં આવ્યું, ત્યારે કોંગ્રેસે તેમની ટિકિટ કાપી નાખી હતી, પરંતુ ફરી 1991માં ફરી કોંગ્રેસ પાસેથી ટિકિટ લેવામાં સફળ થયાં અને જીત્યા પણ હતાં. 1991ની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપ નેતા સાહિબ વર્માને હરાવ્યાં હતાં. 2004માં પણ આવી જ રીતે તેમની જીત થઈ હતી.

નોંધનીય છે કે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન તેમના પર ટોળાને ઉશ્કેરવા, હત્યા કરવા અને હિંસા ભડકાવવાના આરોપો હતા. 17 ડિસેમ્બર, 2018ના દિલ્હી હાઈ કોર્ટે તેમને પાલમ કોલોની કેસમાં દોષિત ઠેરવ્યા હતા, જેમાં પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને બાળી નાખવાનો સમાવેશ થતો હતો. આ કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 

આ કેસમાં પણ સજ્જન કુમાર દોષિત સાબિત થયેલા

આ સાથે ફેબ્રુઆરી 2025માં રાઉઝ એવન્યુ કોર્ટે પણ તેમને સરસ્વતી વિહાર કેસમાં પણ દોષિત ઠેરવ્યા હતા, જેમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યાનો આરોપ લાગેલો છે. તેમને આ કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 

જો કે, તેમને કેટલાક અન્ય કેસોમાં જેમ કે સુલતાનપુરી અને જનકપુરી-વિકાસપુરી સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ તિહાર જેલમાં આ સજા ભોગવી રહ્યા હતા, પરંતુ અત્યારે સફદરજંગ હોસ્પિટલમાં તેમનું અવસાન થઈ ગયું છે.