નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગ માટેની સુવિધા આપતી વેબસાઈટ અને એપ્લિકેશન ફ્લિપકાર્ટ હવે ફૂડ ડિલેવરી ક્ષેત્રે એક નવું સાહસ કરવા કંપની જઈ રહી છે. 15 ઓગસ્ટથી બેંગ્લુરૂમાંથી ફ્લિપકાર્ટ ફૂડ ડિલેવરી એપ્લિકેશન સર્વિસ શરૂ કરવા માટે જઈ રહી છે. આ માટેની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. કંપની અને રેસ્ટોરાં વચ્ચે 10 ટકા કમિશનથી સર્વિસ શરૂ થશે. જે અન્ય પ્લેટફોર્મ કરતા ટકાવારીના ધોરણે ઘણી ઓછી ટકાવારી છે. આ સર્વિસની શરૂઆત ONDC નેટવર્કના માધ્યમથી થશે. આ સેવા પછીથી અન્ય શહેરમાં પણ એક્સપાન કરવામાં આવશે.
નવું સાહસ પણ ક્ષેત્ર મર્યાદિત
ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે ફૂડ ડિલેવરી એપ્લિકેશન સર્વિસ તરીકે નવા સાહસ સાથે માર્કેટમાં આવવા તૈયાર છે. કંપનીએ આ માટેનું એલાન કરી દીધું છે.પ્રાથમિક તબક્કામાં કંપનીએ બેંગ્લુરૂના રેસ્ટોરાંને પોતાની સાથે ક્નેક્ટ કર્યા છે. એક રિપોર્ટ અનુસાર ફ્લિપકાર્ટ કંપનીની ડિલેવરી એપ્સની દુનિયામાં એન્ટ્રી એવા સમય થઈ છે જ્યારે ભારતીય ફૂડ ડિલેવરી એપ્સ માર્કેટમાં અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી દબદબો છે.
હાલમાં રેપિડોએ પણ ફૂડ ડિલેવરી ક્ષેત્રે અન્ટ્રી કરતા ઉથલપાથલ મચી ગઈ હતી. રેપિડોના ફૂડ ડિલેવરી એપ્લિકેશન Ownlyથી માર્કેટમાં એન્ટ્રી કરી છે. હાલમાં ફ્લિપકાર્ટ રેસ્ટોરાંને આકર્ષિત કરવા માટે ઘણી મહેનત કરી રહી છે. મોટા દાવ રમી રહી છે. કંપની એમની પાસેથી માત્ર 10 ટકા કમિશન સાથે રજીસ્ટ્રેશન લેવાની યોજાના બનાવી રહી છે. હાલમાં ઝોમેટો અને સ્વિગી સામાન્ય રીતે રેસ્ટોરાં પાસેથી 16થી 30 ટકા સુધીનું કમિશન લે છે. એવામાં ફ્લિપકાર્ટ ઓછા કમિશનના મોડલ સાથે માર્કેટમાં ઊતરી છે.
નાના વેપારીઓને મોટો ફાયદો
આનાથી નાના અને મોટા રેસ્ટોરાં બન્નેને મોટો ફાયદો થવાનો છે. ખાસ કરીને ફૂડનું નાનું સેટઅપ ધરાવતા લોકોને આનાથી મોટો ફાયદો થવાનો છે. આનાથી ફૂડ ડિલેવરી એપ્લિકેશનના ફૂડ ચાર્જમાં પણ ફેર પડી શકે છે. હવે સર્વિસ કેવી રહેશે એના પર બધુ નિર્ભર કરે છે. ફ્લિપકાર્ટે આ સાહસમાં પારંપરિક મોડલના બદલે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સનો ઉપયોગ કર્યો છે.
જેને શોર્ટમાં ONDC કહેવાય છે. એનો અર્થ એ થયો કે, ડિજિટલ પ્લેટફોર્મ ઓપન રાખવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટને પહેલા તબક્કામાં કોઈ સંપૂર્ણ નેટવર્ક બનાવવાની જરૂર નહીં પડે. ઝડપથી તે પોતાની સર્વિસને પ્રાયોરિટી આપી શકશે. પ્રાથમિક તબક્કામાં આ સર્વિસ માટે બેંગ્લુરૂ પૂરતી જ મર્યાદિત રહેશે. પહેલા કંપની પોતાના કેટલાક ચોક્કસ ગ્રાહકો સુધી જ ફૂડ આપશે, ટેસ્ટ મોડ પર સફળતા મળ્યા બાદ સમગ્ર સિટીને કવર કરશે. આ સાથે ગ્રાહકોની પ્રતિક્રિયાને પણ નોટ કરવામાં આવશે. કસ્ટમર રિસપોન્સ સારો રહેશે તો મોટો ફાયદો થશે.
હરીફ કંપનીને પણ અસર
ફૂડ ડિલેવરી સર્વિસનો ઉપયોગ ગ્રાહક માત્ર ફ્લિપકાર્ટની વેબસાઈટ કે એપ પરથી જ નહીં જુદી જુદી ફૂડ ડિલેવરી એપ્લિકેશન પરથી પણ સર્વિસનો ઉપયોગ કરી શકશે. ફ્લિપકાર્ટનું કમિશન મોડલ માર્કેટમાં કામ કરી ગયું તો રેસ્ટોરાંની તરફથી ખર્ચ ઘટી શકે છે. આનો સીધો ફાયદો ગ્રાહકોને થવાનો છે. ઓછા પૈસામાં ફૂડ ઘર સુધી મળશે અને ક્વોલિટી પણ સરસ મળી રહેશે. ઓફર, ઓછો ડિલેવરી ચાર્જ અને વધારે છૂટ મળતા ફ્રી સર્વિસ મળી રહેશે. આ સફળ રહ્યું તો ઝોમેટો અને સ્વિગીએ પણ પોતાની કમિશન પોલિસીમાં ફેરફાર કરવો પડી શકે છે. શક્યતા એવી પણ છે કે, બિઝનેસ મોડલ પણ ફેરવવું પડી શકે છે.