Sat Apr 18 2026

Logo

ડોમ્બિવલીમાં કૉલેજના ચોથા માળેથી કર્મચારીએ ઝંપલાવ્યું...

2026-03-06 18:36:46
Author: Yogesh C Patel
Article Image

થાણે: કૉલેજના ચોથા માળેથી કૂદકો મારી પ્યૂને કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી.પોલીસના જણાવ્યા મુજબ પ્રવીણ ચૌધરી (42) ડોમ્બિવલી પૂર્વની પ્રગતિ કૉલેજમાં પ્યૂન તરીકે કામ કરતો હતો. ગુરુવારની બપોરે તેણે કૉલેજ ઈમારતના ચોથા માળેથી કથિત કૂદકો માર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ચૌધરી ગુરુવારે વડીલો સાથે પ્રિન્સિપાલને મળવા આવ્યો હતો. વહીવટી અને શિસ્તના મુદ્દા અંગે ચર્ચા કરવા પ્રિન્સિપાલે તેમને બોલાવ્યા હતા. વડીલો પ્રિન્સિપાલની ઑફિસમાં હતા ત્યારે ચૌધરી ત્યાંથી બહાર નીકળી ગયો હતો અને ચોથા માળેથી કૂદકો માર્યો હતો.

ચૌધરીના જમીન પર પટકાવાનો અવાજ સાંભળી કૉલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. બેભાન ચૌધરીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

ચૌધરી ઘણો ગુસ્સાવાળો હતો અને જ્યારે પણ સામી પૂછપરછ કરવામાં આવતી તે ઉશ્કેરાઈ જતો હતો. તેના આવા વર્તન માટે કૉલેજ મૅનેજમેન્ટે અનેક વાર તેને ચેતવણી પણ આપી હતી. આ જ મુદ્દે ચર્ચા કરવા ગુરુવારે તેના પરિવારજનોને કૉલેજ બોલાવવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે ચર્ચા દરમિયાન ચૌધરી રોષે ભરાયો હતો અને ગુસ્સામાં જ તેણે અંતિમ પગલું ભર્યું હતું. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)