ગૉલ: ભારતે અહીં યજમાન શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ (Test)માં 165 રનથી શાનદાર વિજય મેળવી લીધો છે.
મૅચની અંતિમ પળોમાં સ્પિનર માનવ સુથારે (23.4-2-55-6) તરખાટ મચાવી દીધો હતો. તેને કુલ 10 બૉલમાં ચાર વિકેટ મેળવીને શ્રીલંકન ટીમની લડતને છેવટે નાકામિયાબ બનાવી દીધી હતી. સદનસીબે, મેઘરાજા પણ યજમાન ટીમની વહારે નહોતા આવ્યા.
મૂળ રાજસ્થાનના માનવ (Manav)એ બે મહિના પહેલાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને એના પ્રથમ દાવમાં પણ છ વિકેટ લીધી હતી તથા છેવટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ જીતી લીધો હતો.
FIFER in Galle for Manav Suthar! 🫡🫡
— BCCI (@BCCI) August 19, 2026
A splendid spell from the left-arm spinner 👏👏
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/vdZCDYC4Ze
માનવે આજે મૅચના અંત પહેલાંની એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી અને ત્યાર પછીની પોતાની નવી ઓવરના ચોથા બૉલમાં અંતિમ વિકેટ પણ લઈ લીધી હતી.
શ્રીલંકાની ટીમનો બીજો દાવ 372 રનના લક્ષ્યાંક સામે 206 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો.
પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ તેમ જ મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએએક-એક વિકેટ મેળવી હતી. હવે બીજી ટેસ્ટ 23મી ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.