Wed Jul 29 2026

Logo

વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો કયા શહેરમાં કેટલો છે ભાવ...

2026-03-16 10:52:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. અત્યારે મધ્યપૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે,  જેના કારણે અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારે કઈ અસર થઈ નથી.  મઘ્યપૂર્વમાં યુદ્ધ અને હોર્મુઝ પર ઈરાનના નાકાબંધીની સ્થિત્માં પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહેવા એક મોટો સંકટ હોઈ શકે છે. તેલ કંપનીઓ દ્વારા રોજ સવારે 6 વાગે, પેટ્રોલ-ડીઝલની કિંમતો જાહેર કરવામાં આવતી નથી. 

ભારતમાં ઈંધણની કિંમતોમાં કોઈ મોટો ફેરફાર કેમ ન થયો?

વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, અત્યારે યુદ્ધના માહોલના કારણે ક્રુડ ઓઈના ભાવમાં વધારો થયો છે. વૈશ્વિક બજારમાં આ અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ $115 પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયું છે, તેમ છતાં ભારતમાં ઈંધણની કિંમતોમાં કોઈ મોટો વધારો થયો નથી. આખરે શા માટે ભારતમાં ઈંધણમાં કંઈ ખાસ ફેરફાર નથી થયો? આ પ્રશ્ન પર અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. 

ભારતના પ્રમુખ શહેરો પેટ્રોલ-ડીઝલની વિગતો

ભારતના પ્રમુખ શહેરોમાં ઈંધણના ભાવની વાત કરવામાં આવે તો, નવી દિલ્હીનાં પેટ્રોલ 92.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા છે. ત્યારબાદ મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા,  ચેન્નઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા, અમદાવાદ પેટ્રોલ 94.49 રૂપિયા અને ડીઝલ 90.14 રૂપિયા, બેંગલુરૂમાં પેટ્રોલ 102.92 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા,  હૈદરાબાદમાં પેટ્રોલ 107.46 રૂપિયા અને ડીઝલ 95.70 રૂપિયા, જયપુરમાં પેટ્રોલ 104.72 રૂપિયા અને ડીઝલ 90.21 રૂપિયા, લખનઉમાં પેટ્રોલ 94.69 રૂપિયા અને ડીઝલ 87.80 રૂપિયા, પુણેમાં પેટ્રોલ 104.04 રૂપિયા અને ડીઝલ 90.54 રૂપિયા, સુરતમાં પેટ્રોલ 95 રૂપિયા અને ડીઝલ 89 રૂપિયા અને નાશિકામાં પેટ્રોલ 95.50 રૂપિયા અને ડીઝલમાં 89.50 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે. 

ઈંધણના ભાવ પર કયા પરિબળો અસર કરે છે?

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થતા ફેરફારો પાછળ અનેક કારણો અસર કરે છે. જેમાં વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારોની State-level VAT પેટ્રોલ-ડીઝલના ભાવ પર ખાસ અસર કરે છે. ભારતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા ટેક્સ લેવામાં આવતો હોવાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ થયા કરે છે. પરંતુ અત્યારે વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યાં છે, તે ચર્ચાનો વિષય બની ગયો છે.