Sun Jul 05 2026

Logo

ચીને ભારત પર નજર રાખવા રડાર એક્ટિવ કર્યું, ભારતની ચિંતા વધી

2026-07-05 17:22:14
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે તણાવ દરમિયાન ચીને ભારતની સુરક્ષા ગતિવિધીઓ  પર નજર રાખવા આધુનિક રડાર એક્ટિવ કર્યું છે. જેના પગલે ભારતની ચિંતામાં વધારો થયો છે. જેમાં ચીને મ્યાનમારની સરહદે આવેલા તેના યુનાન પ્રાંતમાં લાર્જ ફેઝ્ડ એરે રડાર એક્ટિવ કર્યું છે.

રડારની રેન્જ 5,000 કિલોમીટરથી વધુ

આ રડારની રેન્જ 5,000 કિલોમીટરથી વધુ છે. જે ભારતના મિસાઇલ પરીક્ષણોને ટ્રેક કરવા અને હિંદ મહાસાગરના વિશાળ વિસ્તાર પર નજર રાખવામાં સક્ષમ હોવાનો દાવો કરવામાં આવે છે. જેના લીધે ભારતની સુરક્ષા ચિંતામાં વધારો કર્યો છે. 

રડાર દૂરથી બેલિસ્ટિક મિસાઇલોની દિશાને ટ્રેક કરી શકશે 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અનેક વર્ષોથી ચીન ભારતની સુરક્ષા ગતિવિધીઓ પર સતત ધ્યાન રાખી રહ્યું છે. યુનાનમાં સ્થાપિત નવું LPAR રડાર આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રડાર દૂરથી બેલિસ્ટિક મિસાઇલોની દિશાને ટ્રેક કરી શકશે અને  ડેટા પણ એકત્રિત કરી શકશે.તેની રેન્જ 5,000 કિલોમીટરથી વધુ છે. જેનાથી ચીન ભારતના પૂર્વીય ક્ષેત્ર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના વિશાળ વિસ્તારો પર નજર રાખી શકે છે.