Fri Apr 24 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 21 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-21 07:00:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-21 21:28:20

હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243 રનનો લક્ષ્યાંક, અભિષેક 135 રને અણનમ

સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં બે વિકેટે 242 રન કરીને દિલ્હી કૅપિટલ્સને 243 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અભિષેક શર્મા (135 રન, 68 બૉલ, 10 સિક્સર, 10 ફોર) અણનમ રહ્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં અભિષેકની આ બીજી સેન્ચુરી છે. તે ઇનિંગ્સના અંતે પાછો આવતો હતો ત્યારે હોમ-ક્રાઉડમાંથી તેને શાનદાર વેલકમ મળ્યું હતું. હિન્રિક ક્લાસેને 285.00ના સ્ટ્રાઇક રેટ સાથે 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. મુકેશકુમારની 20મી ઓવરમાં ક્લાસેન-અભિષેકે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા, પણ ટીમના ટોટલને 250 રન સુધી નહોતા પહોંચાડી શક્યા. જોકે ઑરેન્જ કૅપ અભિષેક પાસે આવી ગઈ છે અને ક્લાસેન નંબર-ટૂ છે.  અભિષેકને 86મા રન પર નીતીશ રાણાના હાથે જીવતદાન મળ્યું હતું. હૈદરાબાદના 242 રનમાં ટ્રૅવિસ હેડના 37 રન અને કૅપ્ટન ઇશાન કિશનનું પચીસ રનનું યોગદાન હતું.

2026-04-21 20:56:26

અભિષેકના 47 બૉલમાં 100 રન, હૈદરાબાદ 15 ઓવરમાં 2/183

દિલ્હી સામે હૈદરાબાદે પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળતાં પૂરો ફાયદો લીધો છે અને 15 ઓવરમાં બે વિકેટે 183 રન કર્યા હતા અને વિક્રમજનક ટોટલની દિશામાં યજમાન ટીમ આગળ વધી રહી હતી. ઓપનર ટ્રેવિસ હેડ 37 રન કરીને અને અભિષેશ શર્મા સાથે 97 રનની ઓપનિંગ ભાગીદારી કરીને આઉટ થયો હતો, પણ અભિષેકે દિલ્હીની બોલિંગની ધુલાઈ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પચીસ બૉલમાં 50 રન અને 47મા બૉલ પર 100 રન પૂરા કર્યા હતા. તે 86 રન પર હતો ત્યારે નીતીશ રાણાના હાથે તેને જીવતદાન મળ્યું હતું. 15મી ઓવરને અંતે તેના 115 રનમાં દસ સિક્સર અને આઠ ફોર સામેલ હતી. ઇશાન કિશન પચીસ રન કરીને રનઆઉટ થયો હતો અને અભિષેક સાથે ક્લાસેન જોડાયો હતો.

2026-04-21 20:10:06

હળવી વર્ષા બાદ અભિષેક-ટ્રૅવિસનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

દિલ્હી કૅપિટલ્સ સામે હૈદરાબાદમાં મૅચ શરૂ થઈ એ પહેલાં હળવી વર્ષા હતી, પરંતુ મૅચ શરૂ થતાં જ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર્સ અભિષેક શર્મા (44 નૉટઆઉટ, 21 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ટ્રૅવિસ હેડ (28 નૉટઆઉટ, 21 બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવવાની શરૂઆત કરી દીધી હતી અને સાત ઓવરને અંતે હૈદરાબાદનો સ્કોર વિના વિકેટે 74 રન હતો.

2026-04-21 19:24:53

કેરળમાં ફટાકડાના યુનિટમાં ધડાકો

કેરળમાં ફટાકડાના યુનિટમાં બપોરે થયેલા ધડાકામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગામી 'ત્રિસૂર પૂરમ' ઉત્સવ માટે મંદિર દેવસ્વમ તરફથી અહીં ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. વિસ્ફોટ સમયે શેડમાં આશરે 40 જેટલા કામદારો હાજર હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

2026-04-21 19:16:33

દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી, હૈદરાબાદની સતત સાતમી મૅચમાં પ્રથમ બૅટિંગ

અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કૅપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. હૈદરાબાદની આ સાતમી મૅચ છે અને સાતેય મૅચમાં એણે પ્રથમ બૅટિંગ કરી છે. દિલ્હીની ટીમમાં એક ફેરફાર કરાયો છે. આકિબ નબીના સ્થાને નીતીશ રાણાનો ઇલેવનમાં સમાવેશ કરાયો છે. હૈદરાબાદની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પેસ બોલર પ્રફુલ હિન્ગે અને લિઆમ લિવિંગસ્ટનના સ્થાને હર્ષ દુબે તથા દિલશાન મદુશન્કાને ટીમમાં સમાવવામાં આવ્યા છે.

2026-04-21 19:05:19

ભારતના નિકાસકારોને ટ્રમ્પ ટેરિફના રિફંડ માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

અમેરિકાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમેરિકાએ  ટેરિફ પેટે વસૂલેલા 166 બિલિયન ડોલર પરત આપવાની શરૂઆત કરી છે. જેમાં ભારતે અંદાજે 10 થી 12 બિલીયન ડોલર પરત મેળવવાના છે. જોકે, ભારતીય નિકાસકારોએ  આ નાણાં પરત મેળવવા માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

2026-04-21 17:59:55

ભાજપનો પલટવાર કહ્યું, કોંગ્રેસ જાકીર નાઈકને શાંતિના દુત અને પીએમ મોદીને આતંકવાદી ગણે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં વડાપ્રધાન અને ભાજપ અંગે વાંધાજનક નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. જેમાં  કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી માટે આતંકવાદી શબ્દનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેની પર પલટવાર કરતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસને આડે હાથે લીધી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જાકીર નાઈકને શાંતિના દૂત અને પીએમ મોદીને આતંકવાદી ગણે છે.

2026-04-21 16:27:52

ભચાઉમાં દિનદહાડે ફાયરિંગ, પારિવારિક અદાવતમાં વૃદ્ધની કરપીણ હત્યા

કચ્છના ભચાઉના વોંધ પુલિયા પાસે મંગળવારે ભર બપોરે જાહેરમાં ફાયરિંગ કરી એક વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી છે.  આ હત્યા પાછળ વર્ષો જૂની પારિવારિક અદાવત કારણભૂત હોવાનું  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

2026-04-21 15:49:24

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ઘટ્યો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યના કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગજગ્રાહમાં ઘટાડો  જોવા મળ્યો છે. જેમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ ઇન્ડી ગઠબંધનની પરવા કર્યા વિના ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે.

2026-04-21 15:21:51

યુએસ નેવીની  ચેતવણી છતાં ઈરાની જહાજે પાર કર્યો અરબી સમુદ્ર

ઈરાન અને અમેરિકા વચ્ચે  હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સતત વિવાદ વધી રહ્યો છે.  જેમાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ નાકાબંધી કરી છે. તેમજ કોઇપણ જહાજને નાણાં ચુકવ્યા બાદ આગળ નહિ વધવા ચેતવણી આપી છે. જેમા ઇરાનના જહાજને પણ પસાર નથી થવા દેવા આવતા. આ દરમિયાન યુએસ નેવીની ટાસ્ક ફોર્સની ચેતવણી છતાં ઈરાની જહાજે અરબી સમુદ્ર પાર કરીને ઈરાનના પ્રવેશ્યું હતું.

2026-04-21 15:21:09

ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમ 23 એપ્રિલના બદલે 30 એપ્રિલના રોજ યોજાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો તારીખ 23 એપ્રિલના રોજ  યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્વાગત  કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે   30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે.

2026-04-21 14:58:20

મે મહિનામાં 8,000 કર્મચારીની છટણીઃ મેટા

આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમન પછી આઈટી કંપનીઓ ધીમે ધીમે કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે, જેમાં માર્ક ઝુકરબર્ગની મેટા અત્યાર સુધીની સૌથી મોટી છટણી કરશે. મેટાના સીઈઓ ઝુકરબર્ગ 20મી મેના 8,000 કર્મચારીની છટણી કરશે.

2026-04-21 14:39:59

શરદ પવારને હોસ્પિટલમાં કરાયા દાખલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અને રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ શરદ પવાર નિયમિત હેલ્થ ચેક અપ માટે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરદ પવારને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું.

2026-04-21 12:26:40

ધંધુકામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું

ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

2026-04-21 12:24:22

ગુજરાત ATSએ 2 યુવકની કરી ધરપકડ

અમદાવાદમાં ગુજરાત ATSએ બે યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. એટીએસની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

2026-04-21 10:50:18

વધતો તણાવ ગ્લોબલ શિપિંગ માટે ખતરોઃ IMO

ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનના (IMO) પ્રમુખે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નેવિગેશનની સ્વતંત્રતાના સમર્થનમાં રહેલા દેશો યોગ્ય સંદેશો આપી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ ગ્લોબલ શિપિંગ માટે ખતરો બની રહ્યો છે.

2026-04-21 08:31:45

પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકો

વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું. ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા.

2026-04-21 08:09:11

ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાની આશંકા

મિડલ-ઈસ્ટમાં સીઝફાયર  પૂર્ણ થાય તે પહેલાં તણાવ ચરમસીમાએ છે. ટ્રમ્પ, નેતન્યાહુ અને ગાલિબાફના નિવેદનો વચ્ચે આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થવાના છે. આ દરમિયાન, જંગ ફરી શરૂ થવાની આશંકા સતત વધી રહી છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે સીઝફાયર ખતમ થવાની ડેડલાઈન છે.