Wed Jun 10 2026

Logo

ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર રિલીઝ,આલિયાનો એક્શન અવતાર અને સિક્રેટ મિશન શું? એ રહસ્ય

2026-06-10 13:41:00
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ યશરાજ ફિલ્મ કંપનીના સ્પાય યુનિવર્સમાં સલમાન ખાન, કૈટરિના કૈફની સાથે હવે વધુ બે નામ જોડાવવા જઈ રહ્યા છે. આ નામ એટલે આલિયા ભટ્ટ અને બોબી દેઓલ. આલિયા અને બોબીને ચમકાવતી ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલરમાંથી એ વાત જાણવા મળી છે કે, ફિલ્મ સ્પાય યુનિવર્સ પર છે. પણ ફિલ્મની એક્ઝેટ વાર્તા શું છે એ અંગે કોઈ વાત જાણી શકાતી નથી. ફૂલ ટુ એક્શન, મારધાડ અને ફાયરિંગના અવાજથી ભરપૂર ટીઝરમાં આલિય ભટ્ટનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. 

ક્યા એસાઈમેન્ટ પર નીકળી આલિયા?
આ ફિલ્મ 3 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. એક્શન અને રોમાંચથી ભરપૂર ટ્રેલરમાં આલિયા 18 વર્ષની થતા તે કોઈ અસાઈમેન્ટ પૂરુ કરવા માટે જાય છે. બોબી અને આલિયા વચ્ચે પિતા-પુત્રીનો સંબંધ દર્શાવાયો છે. આલ્ફા એક એવી સ્ટોરી છે જેમાં એક પિતા પોતાની દીકરીને બાળપણથી જ જંગ લડતા શીખવે છે. આ માટે તેને બાળપણથી જ ટ્રેનિંગ આપે છે. 18માં જન્મદિવસ પર એને એક અસાઈમેન્ટ મળે છે અહીંયાથી ટ્રેલરમાં રીયલ એક્શન ચાલું થાય છે. આલિયાનો આવો અવતાર અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યો નથી. આલિયાનો આવો રોલ અનેક ફેન્સને પસંદ પડી રહ્યો છે. સૌથી વધારે ઝડપથી અને તાકાતવરના રૂપમાં આલિયા આલ્ફા નામના એક સિક્રેટ મિશન પર નીકળે છે. 

ઈન્ડિયા કે નેક્સ્ટ જનરેશન કે સિપાઈ
બોબી દેઓલના ડાયલોગમાં પણ દમ છે. 'ઈન્ડિયા કે નેક્સ્ટ જનરેશ કે સિપાઈ કો તૈયાર કિયા જા રહા હૈ' ટ્રેલર પર હાલ તો મિક્સ રીવ્યૂ મળી રહ્યા છે હવે ફિલ્મમાં મૂળ વાર્તા શેના પર છે એના પર સૌની નજર રહેલી છે. આલિયાનો એક્શન અવતાર જોવા મળ્યો છે. પણ ઘણા ફેન્સ એવું કહે છે કે, તે સ્લીમ હોવાને કારણે ફિટનેસ સાથે મેળ આવતો નથી. ટીઝરમાં ક્યાંય શરવરી જોવા મળતી નથી. માત્ર બોબી અને આલિયા પર જ ટીઝર ખતમ થઈ જાય છે. આ એક ફીમેલ એક્શન ફિલ્મ છે. લીડ રોલમાં આલિયા, શરવરી, અનિલ કપૂર અને બોબી દેઓલ છે. આદિત્ય ચોપડાએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.શિવ રવૈલે આ ફિલ્મનું ડાયરેક્શન ક્યું છે. ઘણા સમયથી આ ફિલ્મમાં આલિયાનો અવતાર કેવો હશે એને લઈને ચર્ચા થઈ રહી હતી. આ ફિલ્મને થિએટર્સમાં જોવાની મજા અલગ હશે.યશરાજ બેનરની ફિલ્મમાં આલિયા પહેલીવાર ટોટલ એક્શન અવતારમાં છે.

 

બોબી દેઓલે આલિયાના વખાણ કર્યા
દરેક રોલમાં પોતાને સાબિત કરી ચૂકેલી એક્ટ્રેસ આલિયા માટે આ એક નવો અનુભવ હતો.આ ફિલ્મ એના ફિલ્મી કેરિયરમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સૂત્રોમાંથી વિગત એ પણ મળી રહી છે કે, બોબી અને આલિયા વચ્ચે કોઈ રીતે ટ્યુનિંગ થતું ન હતું પણ બન્નેએ આપેલા ઈન્ટરવ્યૂમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે, બન્ને વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ નથી. આલિયાના પર્ફેક્શન વર્કના બોબીએ દિલ ખોલીને વખાણ કર્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર કેટલી કમાણી કરે છે અને દર્શકો પર કેવી છાપ છોડે છે એ જોવાનું છે.