ન્યૂયોર્કઃ ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ ફરી વધુ વકરી શકે એવા અહેવાલ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હળવા થવા માટે એક મેચ જોવા માટે ગયા હતા, પરંતુ એ વખતે તેમને ઝોકું આવી ગયું હતું. એના પછી સોશિયલ મીડિયા પર ડૉનાલ્ડ ટ્રમ્પની અનેક એવી તસવીર શૅર થાય છે. ઘણાય એવા ટ્રમ્પના મિમ્સથી કટાક્ષ પણ કરવામાં આવે છે. ક્યારેય પોતાના નિવેદનને કારણે તો ક્યારે ફોટોને કારણે સતત તથા સખત ચર્ચામાં રહેતા ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી ફોટોને કારણે ચર્ચામાં છે. આ ફોટોમાં તેઓ ચાલુ મેચે ઊંઘી રહ્યા હતા.
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઊંઘી રહ્યા છે એ કારણે ચર્ચામાં છે. અમેરિકાના મહાનગર ન્યૂયોર્કના જાણીતા મૈડિસન સ્ક્વેર ગાર્ડનમાં ચાલી રહેલી બાસ્કેટ બોલની મેચ જોવા માટે તેઓ પહોંચ્યા હતા. બાસ્કેટ બોલની ટુર્નામેન્ટમાં મેચ જોવા માટે પહોંચેલા ટ્રમ્પ પોતાની શાનદાર સીટ પર બેઠા હતા. પણ એમને જ્યારે ઝોંકું આવ્યું એ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ક્ષણ વીડિયોમાં રેકોર્ડ થઈ ગઈ હતી.આ વીડિયો ઈન્ટરનેટ પર શૅર થતા લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના સોમવારે સાંજે બની હતી. ન્યૂયોર્ક નિક્સ અને એન્ટોનિયા વચ્ચે રમાઈ રહેલી બાસ્કેટ બોલની મેચમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી.ટ્રમ્પ આ મેચ જોવા માટે પહોંચ્યા હતા. એનબીએ ફાઈનલ્સનો મેચ જોવા માટે આવેલા રાષ્ટ્રપતિએ થોડા સમય માટે મેચ જોઈ હતી. મેચ શરૂ થતા પહેલા જ તેમણે પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, હું આ મેચ જોવા માટે ખૂબ જ એક્ઝાઈટેડ છું. હવે જોઈએ મેચમાં શું થાય.
ઝોકું આવી ગયું
આટલું કહ્યું બાદ તેઓ મેચ જોવા માટે બેઠા હતા. પછી રાષ્ટ્રપતિની આંખ મિચાઈ ગઈ અને ઝોકું આવી ગયું. હવે સોશિયલ મીડિયામાં યુઝર્સ આ વીડિયો પર દિલ ખોલીને કમેન્ટ તો કરી રહ્યા છે પણ મજા પણ લઈ રહ્યા છે. મેચ દરમિયાન સ્ટેડિયમ ખીચોખીચ ભર્યું હતું, માહોલ પણ જબરદસ્ત રહ્યો હતો. રાષ્ટ્રગાન સમયે જ્યારે મોટી સ્ક્રિન પર ટ્રમ્પને ફોક્સ કરવામાં આવ્યા ત્યારે મિશ્રિત પ્રતિક્રિયા મળી હતી.
કેટલાક લોકોએ આનો વિરોધ કર્યો પણ ઝડપથી કેમેરો મુવઓન થઈ જતા ખેલાડીઓને જોઈને દર્શકોએ ચિચિયારી બોલાવી દીધી હતી. પણ ટ્રમ્પની તસવીર જોઈને સોશિયલ મીડિયા પર લોકો ચિચિયારી બોલાવી રહ્યા છે. થોડા સમય માટે મેચ સાઈડ પર રહી ગઈ અને લોકો ટ્રમ્પ ઊંઘી રહ્યા છે એની ચર્ચા જોરશોરથી કરી રહ્યા હતા. હકીકત એ પણ છે કે, આ મેચમાં બન્ને ટીમ વચ્ચે દમદાર ટક્કર જોવા મળી હતી.
DONALD TRUMP HAS FALLEN ASLEEP IN MADISON SQUARE GARDEN WATCHING THE NBA FINALS pic.twitter.com/svVdqC2u37
— Hater Report (@HaterReport) June 9, 2026
મેચમાં શું થયું?
અમેરિકામાં બાસ્કેટ બોલનું આપણે ત્યાં ક્રિકેટમેચ જેટલું મહત્ત્વ છે. શરૂઆતમાં એન્ટોનિયો સ્પર્સે દમદાર પર્ફોમન્સ આપીને જીત માટે દાવેદારી નોંધાવી દીધી હતી. પણ બીજા ક્વાર્ટરમાં ન્યૂયોર્સ નિક્સે દમદાર કમબેક કર્યું.આ કારણે હરીફ ટીમ ગ્રાઉન્ડ પર જ હાંફી ગઈ હતી. હવે નિક્સ ટીમ ટૂર્નામેન્ટમાં આગળ દોડી રહી છે.
મેચના માહોલમાં ટ્રમ્પની નિવેદનબાજી કરતા હવે આરામ કરતા હોય એવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ રાષ્ટ્રગાન વખતેનો વીડિયો પણ જોરશોરથી શૅર થઈ રહ્યો છે. આવું પહેલીવાર થયું નથી કે, ટ્રમ્પ કોઈ મેચ જોવા માટે પહોંચ્યા હોય, આ પહેલા પણ ઘણી મેચમાં તેઓ આમંત્રિય હોય તો મેચને છેક છેલ્લે સુધી બેસીને જુએ છે.