Tue Jun 09 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 08 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-08 08:06:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-08 22:16:06

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આંચકો, હવે 9 ના બદલે સબસીડીવાળા 4 સિલિન્ડર મળશે

કેન્દ્ર સરકારે એક મહત્વના નિર્ણયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આંચકો આપ્યો છે. જેમાં હવે લાભાર્થીઓને સબસીડીવાળા 9 ના બદલે માત્ર 4 સિલિન્ડર જ મળશે.

2026-06-08 21:33:55

ઇન્ડી ગઠબંધનની "એક સાંધે ત્યાં તેર તૂટે" જેવી સ્થિતી, સાથી પક્ષોએ જ ટીકા કરી

દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડી ગઠબંધન એક તરફ એનડીએ અને મોદી સરકાર વિરુદ્ધ એકજૂથ થવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ઇન્ડી ગઠબંધનના કેટલાક સાથી પક્ષોએ જ કોંગ્રેસની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કોંગ્રેસ હત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.

2026-06-08 20:23:23

રામમંદિરને દર મહિને મળી રહ્યું છે રૂપિયા 5 કરોડથી વધુનું દાન

અયોધ્યાના રામમંદિરમાં દાનમાં આવતા નાણાંના કથિત દૂર ઉપયોગના આક્ષેપ વચ્ચે રામમંદિરના દાનની આવકના આંકડા પ્રકાશમાં આવ્યા છે. જેમાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક દરમિયાન રજૂ કરાયેલા નાણાકીય અહેવાલ મુજબ, મંદિરે 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ સ્ત્રોતો દ્વારા ₹220.81 કરોડના દાનની આવક મેળવી હતી. આ રકમમાંથી સૌથી મોટો હિસ્સો  રૂપિયા 54.79 કરોડ રામલલ્લાને સમર્પિત હૂંડીના માધ્યમથી પ્રાપ્ત થઇ છે.

2026-06-08 19:02:34

દિલ્હીમાં ભારે પવન વરસાદના પગલે એરપોર્ટ પર  એર ઈન્ડિયાના ત્રણ વિમાનોને નુકસાન

દિલ્હીમાં બદલાતા હવામાન વચ્ચે એરપોર્ટ પર રવિવારે સાંજે એર ઈન્ડિયાના ત્રણ વિમાનો ક્ષતિગ્રસ્ત થયા હતા. જેમાં ભારે પવન અને વરસાદના લીધે એરપોર્ટના ટર્મિનલ 2 પર ઉભેલા વિમાનો સ્થળ પરથી ખસી ગયા હતા. જેના લીધે તે વિમાનો એકબીજા સાથે અથડાયા હતા.

2026-06-08 18:58:48

આંધ્રમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ 8 મોત

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટન સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં દર્દનાક દુર્ઘટના ઘટી. પ્લાન્ટના એસએમએસ-ટૂ અને એસટીસી-થ્રી હીટ ફેસિલિટીમાં મોટી માત્રામાં પિગળેલું સ્ટીલ લીકેજ થવાને કારણે આઠ કર્મચારીના મોત અને અનેક લોકો ઘાયલ.

2026-06-08 18:46:08

ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ લશ્કરી અભિયાન સમાપ્ત કર્યું, આપી ચેતવણી

ઈઝરાયલના લેબનોન પર હુમલા બાદ ઈરાને પણ ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા હતા. તેમજ ઇરાને હવે જાહેરાત કરી છે તેણે ઈઝરાયલ વિરુદ્ધ  લશ્કરી અભિયાન સમાપ્ત કર્યું છે. તેમજ ચેતવણી પણ આપી છે કે જો તે લેબનોન પર ફરી હુમલા કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

2026-06-08 18:06:14

ગુજરાતના કચ્છ 6 રસ્તાઓના ફોરલેન બનાવવા રૂપિયા 629 કરોડ મંજૂર

ગુજરાતમાં સતત રોડ નેટવર્કને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ભાગરૂપે અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 રસ્તાઓના ફોરલેન બનાવવા  માટે રૂપિયા  629 કરોડ મંજૂર કર્યા છે. 

2026-06-08 17:31:42

પીઓકેમાં રાજકીય અસંતોષ, સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો

પીઓકેમાં રાજકીય અસંતોષ ચરમસીમાએ પહોંચતા હિંસક બન્યો છે. જેમાં સ્થાનિક લોકોમાં  ચૂંટણી પધ્ધતિમાં ફેરફારની માંગણીઓને લઈને આક્રોશ છે. તેમજ લોકોએ રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઇ છે.

2026-06-08 16:51:44

પશ્ચિમ બંગાળમાં મમતાની મુશ્કેલીઓ વધી, રાજયમાં સીબીઆઇને તપાસની મંજૂરી

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની રચના બાદ સતત મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં હવે સીએમ સુવેન્દુ અધિકારીએ  રાજ્યના સીબીઆઇ તપાસ માટેની મંજૂરી આપી દીધી છે. જેના લીધે સીબીઆઇ હવે રાજયના જૂના કૌભાંડોની તપાસ કરી શકશે.

2026-06-08 16:09:27

ઇન્ડી ગઠબંધન બેઠકમાં મોદી સરકાર પર પ્રહાર, પાંચ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ

દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વમાં  યોજાયેલી ઇન્ડી ગઠબંધનની બેઠકમાં તમામ પક્ષો વચ્ચે પાંચ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીક સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

2026-06-08 16:08:34

ઇન્ડી ગઠબંધન બેઠકમાં મોદી સરકાર પર પ્રહાર, પાંચ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ

દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વમાં  યોજાયેલી ઇન્ડી ગઠબંધનની બેઠકમાં તમામ પક્ષો વચ્ચે પાંચ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીક સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

2026-06-08 15:58:40

ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી, દેશ છોડવા સૂચના

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થયું છે. જેના પગલે ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઈરાનના રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની સૂચના આપી છે. તેમજ અન્ય નાગરીકોને ઈરાનની મુસાફરી ન કરવા માટે સલાહ આપવામાં આવી છે.

2026-06-08 15:46:34

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની  ત્રીજા દિવસે ઐતિહાસિક જીત. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી હરાવીને નવો વિક્રમ નોંધાવ્યો.

2026-06-08 15:26:31

સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, લગ્ન પૂર્વે શારીરિક સંબંધો ખરાબ ચારિત્ર્યનું સર્ટિફિકેટ ના માની શકાય

સુપ્રીમ કોર્ટે કહ્યું છે  લગ્ન પૂર્વે સહમતીથી શારીરિક સંબંધો સામાન્ય બન્યા છે. તેમજ  પગલે બે અવિવાહિત લોકોના આવા સંબંધોને કોઇ વ્યકિતના ખરાબ ચારિત્ર્યનું સર્ટિફિકેટ ના માની શકાય.

2026-06-08 09:22:47

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધથી માર્કેટમાં કડાકો

સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારો પર ઇરાન અને ઇઝરાયેલ યુદ્ધની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ઓપન થયા છે. સેન્સેક્સ 73,500 અને નિફ્ટી 1 ટકા તૂટી 23,100ની નીચે આવી ગયો છે. મોટાભાગના એશિયન બજારો રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.

2026-06-08 09:07:17

ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો

આજે વહેલી સવારે ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં 7.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ બાદ, કેટલાક વિસ્તારોના દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ પ્રદેશમાં નોંધાયું છે. ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ હોવાના અહેવાલો પણ મળ્યાં છે. તંત્ર દ્વારા લોકોને ઉંચી જમીન પર જવા માટે વિનંતી કરવામાં આવી છે. જોકે, હજુ સુધી નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

2026-06-08 08:09:58

જયપુરમાં 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે બુલડોઝર કાર્યવાહી


જયપુરમાં આજે ફરી એકવાર બુલડોઝર કાર્યવાહી થવાની છે; પાંચ ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે. વહીવટીતંત્રે કામગીરી દરમિયાન શહેરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. શહેરમાં 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, અને 9 જૂનની મધ્યરાત્રિ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે