Tue Jun 09 2026

Logo

આજનું રાશિફળ (09-06-26): આજે આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, અટકી પડેલાં કાર્યો થશે પૂરા, વાંચો મેષથી મીનનું રાશિફળ...

2026-06-09 00:00:50
Author: Darshana Visaria
Article Image

મેષ

મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે સિતારા તમારા પક્ષમાં છે, જેના કારણે લાંબા સમયથી અટકેલી આર્થિક યોજનાઓ ફરી શરૂ થશે. વ્યાપારીઓને જૂના દેવામાંથી મુક્તિ મળશે અને અણધાર્યો ધનલાભ થવાના મજબૂત યોગ છે. નોકરીયાત વર્ગને ઓફિસમાં નવી જવાબદારીઓ અથવા પ્રોજેક્ટનું નેતૃત્વ મળી શકે છે, જે તમારા કરિયરને નવી ઊંચાઈ આપશે. જોકે, ઉત્સાહમાં આવીને કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળજો. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળતા ઘરમાં ઉત્સવ જેવો માહોલ રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર મળશે, પણ તેમ છતાં થોડી તકેદારી રાખવી પડશે, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. 

વૃષભ

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. વેપાર અને વ્યવસાયના ક્ષેત્રે આજે કોઈ નવી અને મોટી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે, પરંતુ કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલાં અનુભવીઓની સલાહ લેવી હિતાવહ રહેશે. ઓફિસમાં વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી ચતુરાઈથી તમે વિજય મેળવશો. પારિવારિક વાતાવરણ એકદમ ખુશહાલ રહેશે અને જીવનસાથી સાથેનો તાલમેલ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. 

મિથુન

મિથુન રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકાર રહેવાનું નથી, ખાસ કરીને બહારના ખાનપાનથી દૂર રહેવું. માનસિક રીતે થોડી અશાંતિ અને કામનો બોજ વધુ અનુભવાશે, તેથી યોગ અને ધ્યાનનો સહારો લેવો. કોર્ટ-કચેરી અથવા મિલકતના વિવાદોથી દૂર રહેવું અને કોઈની સાથે પણ વાતચીત કરતી વખતે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આર્થિક મોરચે ખર્ચાઓ અચાનક વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. 

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે. પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત મધુર અને સકારાત્મક રહેવાનો છે. જો તમે સિંગલ છો તો જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને પરિણીત લોકોને જીવનસાથી તરફથી કોઈ મોટી ખુશખબરી મળશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સફળતાના નવા દ્વાર ખુલશે. વ્યાપારમાં ગ્રાહકોની અવરજવર વધવાથી સારો નફો કમાઈ શકશો. સાંજનો સમય મિત્રો સાથે આનંદપ્રમોદમાં પસાર થશે, જેનાથી દિવસભરનો થાક ઉતરી જશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારા માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના દ્વાર ખોલનોરા રહેશે. ભૂમિ, વાહન અથવા નવું મકાન ખરીદવા ઈચ્છતા જાતકો માટે આજનો સમય ખૂબ જ અનુકૂળ અને લાભદાયી સાબિત થશે. પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ જૂનો વૈચારિક મતભેદ ચાલતો હશે તો તેનો સુખદ અંત આવશે અને ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામ અને સમર્પણથી અત્યંત પ્રભાવિત થશે, જેના કારણે પ્રમોશનની વાત આગળ વધી શકે છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં મોટો વધારો થશે. આજે હરવા ફરવા દરમિયાન કોઈ માહિતી સાંભળવા મળી શકે છે. 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારા સમાચાર લઈને આવશે, પરંતુ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચો. તમારી અંદર છુપાયેલી આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રે અઘરા અને જટિલ કાર્યો પણ સમયસર પૂરા કરી શકશો. પરિવાર સાથે કોઈ ટૂંકી ધાર્મિક યાત્રા અથવા પિકનિક પર જવાનો પ્લાન બની શકે છે જે મનને પ્રફુલ્લિત રાખશે. વ્યાપારિક યાત્રાઓ ફળદાયી નીવડશે અને નવા ઓર્ડર મળવાની સંભાવના છે. પડોશીઓ અને મિત્રો સાથેના સંબંધો સુધરશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો. ભાઈ-બહેન સાથે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો ઉકેલ આવશે. 

તુલા

આ રાશિના જાતકોના જીવનમાં આજે સકારાત્મક પરિવર્તન આવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. શેરબજાર, સોના-ચાંદી કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે, ભવિષ્યમાં આ રોકાણથી બમણો નફો મળશે. તમારી મધુર અને સૌમ્ય વાણીના પ્રભાવથી તમે સામાજિક વર્તુળમાં અને પ્રોફેશનલ લાઈફમાં અટકેલા કામો સરળતાથી કઢાવી શકશો. પિતૃ પક્ષ તરફથી કોઈ આકસ્મિક ધન કે મિલકત મળવાના સંકેત છે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વિવાહ યોગ્ય જાતકો માટે સોશિયલ મીડિયા કે સંબંધીઓ દ્વારા સારો પ્રસ્તાવ આવી શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા માનસિક તણાવ, ચિંતા અને મૂંઝવણમાંથી આજે તમને કાયમી મુક્તિ મળશે અને મન શાંત રહેશે. કાર્યસ્થળ પર તમારી કામ કરવાની શૈલી અને નિર્ણયોની પ્રશંસા થશે, તેમજ નવી વ્યવસાયિક યોજનાઓ પર અમલ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. સહકર્મીઓ સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને ટીમવર્કથી મોટો ફાયદો થશે. નાણાકીય સ્થિતિ સુધરશે અને ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ થશે. સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. 

ધન

ધન રાશિના જાતકોને આજે એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આજે તમારે બિનજરૂરી અને વૈભવી ખર્ચાઓ પર કડક નિયંત્રણ રાખવું પડશે, નહીંતર મહિનાનું બજેટ ખોરવાઈ શકે છે. સરકારી નિયમો કે ટેક્સ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી અને કાયદાકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલા બરાબર વાંચી લેવું. વિદેશ જવા ઈચ્છતા અથવા વિદેશી કંપનીઓ (MNC) સાથે સંકળાયેલા લોકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. આધ્યાત્મિક અને દાન-પુણ્યના કાર્યોમાં તમારો રસ વધશે. કોઈ અજાણી વ્યક્તિ પર આર્થિક બાબતોમાં ભરોસો ન કરવો. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજનો આવકના નવા અને વૈકલ્પિક સ્ત્રોત ઊભા થવાથી તમારી આર્થિક ચિંતાઓનો અંત આવશે. આજે જૂના અને અતિ પ્રિય મિત્રો સાથે અચાનક મુલાકાત થતાં ભૂતકાળની સોનેરી યાદો તાજી થશે અને મન આનંદિત રહેશે. વ્યાપારીઓ માટે કોઈ મોટો સોદો (Deal) ફાઇનલ થવાની સંભાવના છે, જે વ્યવસાયમાં મોટો આર્થિક કૂદકો લગાવશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી કરિયરની કોઈ મોટી મૂંઝવણ ઉકેલાશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે દિવસ રોમેન્ટિક રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. 

કુંભ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો અને લાભદાયી રહેશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશે. પિતા અથવા ઓફિસના ઉચ્ચ અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ અને માર્ગદર્શન મળશે, જેના કારણે સરકારી કાર્યોમાં અટકેલી ફાઈલો આગળ વધશે. કરિયરમાં પ્રગતિ અને બદલાવની નવી આકર્ષક તકો હાથ લાગશે, જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. વ્યાપારના વિસ્તરણ માટે તમે નવી લોન અથવા રોકાણ મેળવી શકશો. સમાજમાં તમારું વર્ચસ્વ અને લોકપ્રિયતા વધશે. બપોર પછી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે, સાવધ રહેવું પડશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે ભાગ્ય દેવીની તમારા પર અસીમ કૃપા રહેશે, જેના કારણે અશક્ય લાગતા અને લાંબા સમયથી અટકેલા કાર્યો આપમેળે પૂરા થવા લાગશે. સામાજિક, ધાર્મિક અને લોકકલ્યાણના કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી લોકોમાં તમારો આદર વધશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાની તકો સર્જાઈ રહી છે. નોકરીમાં બદલી કે નવી જગ્યાએ પોસ્ટિંગના શુભ સંકેતો છે. પિતા સાથેના સંબંધો મધુર બનશે અને તેમની મદદથી મોટો આર્થિક લાભ થશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે.