Tue Jun 09 2026

Logo

ફિલિપાઈન્સમાં આવેલા 7.8 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં 5 લોકોના મોત, 200થી વધારે ઘાયલ

Manila   2026-06-08 11:39:00
Author: Vimal Prajapati
Article Image

મનિલા: ફિલિપાઈન્સના દક્ષિણ ભાગમાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપ બાદ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં સુનામીની ગંભીર ચેતવણી (Tsunami Warning) જારી કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ (Mindanao) વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે. લોકોને તાત્કાલિક ઊંચા સ્થળોએ સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ચાલ લોકોના મોત થયાં છે.આ સાથે 200થી વધારે લોકો ઘાયલ પણ થયાં છે. ભૂકંપના કારણે આવેલી દરિયામાં સુનામી પણ આવી હોવાનું જાણવા મળ્યું છે. 

ઇન્ડોનેશિયા અને મલેશિયા પર પણ સુનામીનું સંકટ

ફિલિપાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ દ્વીપ પર આવેલા જનરલ સેન્ટોસ શહેરથી 13 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય મુજબ સવારે 07:37 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા જોતા ફિલિપાઈન્સના કેટલાક તટો પર 3 મીટર એટલે આશરે 10 ફૂટ સુધી ઊંચા સુનામીના મોજા ઉછળી શકે છે. આ ઉપરાંત પડોશી દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે.