દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ સીઆઈડી કાર્યવાહીથી બચવા કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી
ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ કોલકાતા હાઈકોર્ટમાં નકલી સહી કેસમાં સીઆઇડી દ્વારા સંભવિત કાર્યવાહીથી બચવા અરજી કરી છે. જોકે, કોર્ટે આ અરજીને દાખલ કરી છે. સીઆઈડીએ આ કેસના અભિષેક બેનર્જી ને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
ભવિષ્યમાં પણ ઘૂસણખોરો સામે આવી ઝુંબેશ ચાલુ રહેશેઃ હર્ષ સંઘવી
ગુજરાતના ડેપ્યુટી સીએમહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહ વિભાગે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક વલણ અપનાવ્યું છે. ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરવા અને તેમની અટકાયત કરવા માટે હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં એક ખાસ ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય એજન્સીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, રાતોરાત ચાલેલી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. ઘૂસણખોરી અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામેની આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ઇરાન-અમેરિકા યુદ્ધની અસરથી માર્કેટમા સેન્ટિમેન્ટ ખરાબ
ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ઘેરાયેલા વાદળો વચ્ચે અને વૈશ્વિક ક્રૂડના ભાવો પર તેની અસર દેખાઇ છે. ક્રૂડના ભાવોમાં વધારાથી ભારતીય શેરબજારો બુધવારના સેશનમાં સામાન્ય ઘટાડા સાથે ઓપન થયા બાદે તેમાં મોટા કડાકા જોવા મળ્યા. સેન્સેક્સ મંગળવારે 74,649.84ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં સેન્સેક્સ 142.11ના ઘટાડા સાથે 74,507.73ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી મંગળવારે 23,483.55ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં નિફ્ટી 67.6ના ઘટાડા સાથે 23,415.95ની સપાટીએ ખુલ્યો હતો.
મોતના 3 મહિના બાદ સુપુર્દ-એ-ખાક થશે ખામેનેઇ
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇનું 28 ફેબ્રુઆરીએ મોત થયું હતું. હવે મોતના 3 મહિનાથી વધુના સમય બાદ તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ઇરાનની સરકારે ખામેનઇના જનાજા માટે 3 દિવસના રાજકીય શોક અને સાર્વજનિક અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે. અંતિમ સંસ્કારને લઇને મોટા શહેરોમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે.