Sat May 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 30 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-30 08:21:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-30 14:20:05

બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ સરકારી નિવાસ સ્થાન ખાલી કરવાનો ઈનકાર કર્યો

બિહાર સરકારે પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીને તેમનો સરકારી આવાસ '10 સર્ક્યુલર રોડ' ખાલી કરવાનું અલ્ટીમેટમ અપાયું છે. આ મુદ્દાને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાબડી દેવીએ બિહાર સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, તેઓ કોઈપણ ભોગે પોતાનું નિવાસ સ્થાન ખાલી નહીં કરે.

2026-05-30 12:45:08

બેંગ્લૂરુની સ્કૂલમાં ભયાનક આગ, ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે

બેંગ્લૂરુની જાણીતી ચિત્રકૂટા કૌશલ્યા સ્કૂલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગની તીવ્રતા એટલી વધારે છે કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોઈ શકાય છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

2026-05-30 12:25:15

કોકરોચ જનતા પાર્ટીએ નવું અભિયાન શરૂ કર્યું

કોકરોચ જનતા પાર્ટીએ એક નવું  અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીએ જાહેર સમસ્યાઓને ઉજાગર કરવા અને વહીવટીતંત્રનું ધ્યાન આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે #LifeOfACockroach અભિયાન ચલાવ્યું છે. CJP એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ત્રણ મિનિટનો એક AI વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, આ અભિયાન અંતર્ગત લોકોને તેમની આસપાસની નાગરિક સુવિધાઓથી જોડાયેલી સમસ્યાઓ રેકોર્ડ કરીને શેર કરવા માટે અપીલ કરવામાં આવી છે.

2026-05-30 10:41:11

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલે ગુજરાત આવશે

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત મુલાકાતે આવશે. 31 તારીખે GPCC ખાતે બેઠક કરશે.મધ્ય ઝોનના ચૂંટણી પરિણામની સમીક્ષા કરશે તેમજપ્રદેશ નેતાઓ સાથે નિમણૂકો બાબત પણ ચર્ચા કરશે. 1 જૂને મહેસાણા ખાતે બેઠક કરશે.

2026-05-30 09:25:05

મુંબઈમાં ફરી વધ્યા CNG ના ભાવ

મુંબઈમાં ફરી એકવાર CNG ના ભાવમાં વધારો થયો છે. હવે સીએનજી 86 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં CNG ની કિંમતોમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

2026-05-30 08:22:00

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો કાનૂની ફટકો પડ્યો છે. એક ફેડરલ ન્યાયાધીશે આશરે 1.8 અબજ ડૉલરના એ વિવાદાસ્પદ ફંડ પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે, જેનો ટ્રમ્પ સરકાર કાયદાકીય લડાઈના પીડિતોને વળતર આપવા માટે ઉપયોગ કરવા માંગતું હતું.