Sun Aug 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:17 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-17 08:23:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ:17 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-17 21:11:57

ભારતીય સેના માટે એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ તૈયાર, લદ્દાખ અને સિયાચીન માટે રવાના

ભારતીય સેનાની કાર્યક્ષમતા વધારવામાં માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લદ્દાખ અને સિયાચીન જેવા ઊંચાઈવાળા અને અત્યંત ઠંડા પ્રદેશો માટેના વિશેષ 'એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ' (EWG)ડીઝલનો જથ્થો બીપીસીએલએ બીના રિફાઇનરીમાંથી રવાના કર્યો છે.

2026-08-17 18:25:26

બેંકિંગ ક્ષેત્રના નિયમો -કાયદામાં થશે મોટા બદલાવ, હાઇ પાવર કમિટીની રચના કરાશે

ભારતમાં બેંકોના સતત વધતાં વ્યવહારોના પગલે કેન્દ્ર સરકારે  તેના  નિયમો અને કાયદામાં  મોટા બદલાવની દિશામાં કવાયત હાથ ધરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં બેંકિંગ ક્ષેત્રમાં સુધારા હાથ ધરવા માટે એક  હાઇ પાવર કમિટીની રચના કરશે.

2026-08-17 17:44:29

અમેરિકા ભારતીય નૌ- સેનાને  બે MQ-9B જેટ આપશે, સમુદ્રી દેખરેખ  મજબૂત બનશે

ભારતની સંરક્ષણ તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે. જેમાં અમેરિકા ભારતીય  નૌ- સેનાને  બે MQ-9B જેટ આપવા અંગે કરાર કરવામાં આવ્યા છે. જેની મદદથી ભારતીય નૌ- સેનાની સમુદ્રી દેખરેખ વધુ મજબૂત બનશે.

2026-08-17 17:00:21

ગુજરાત પોલીસે મહિલાઓની સુરક્ષા માટે શરૂ કર્યું 'સુરક્ષિત શક્તિ' અભિયાન

ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક 'સુરક્ષિત શક્તિ' અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે.

2026-08-17 16:23:40

શહેઝાદ ભટ્ટીના આતંકી નેટવર્ક પર કાર્યવાહી, 200 થી વધુ લોકોની ધરપકડ

દેશમાં સતત વધી રહેલી આતંકી પ્રવુતિઓ અંગે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. જે અંતર્ગત સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરક્ષા એજન્સીઓએ 14 રાજ્યોમાં એક સાથે  શહેઝાદ ભટ્ટીના  ISI સમર્થિત આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 200  લોકોની ધરપકડ કરીને 80થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે.

2026-08-17 15:56:32

ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

ભોપાલના ત્વિષા શર્માના મૃત્યુ કેસમાં સીબીઆઈએ આરોપીઓ સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ બીએનએસની કલમ 80(2), 85, 108 અને 3(5) હેઠળ આરોપ મૂક્યો છે.આ  આરોપીઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 ની કલમ 3 અને 4 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા છે.

2026-08-17 15:21:05

રામ મંદિર દાન ચોરી કેસમાં સીજેઆઈનો નિર્દેશ, કહ્યું તપાસને તાર્કિક નિષ્કર્ષ પર પહોંચાડો

સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ સુર્યકાંતે તપાસને તાર્કિક નિષ્કર્ષ પર લઇ જવા માટે નિર્દેશ આપ્યો હતો.

2026-08-17 14:57:18

ભારતમાં 100 કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યા વધીને 576 થઈ

ભારતમાં ઉચ્ચ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, આકારણી વર્ષ 2026 માં રૂ. 100 કરોડ કે તેથી વધુ વાર્ષિક આવક જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા 39% વધીને 576 થઈ ગઈ છે, જે સંખ્યા આકારણી વર્ષ 2025 માં 415 હતી.

2026-08-17 14:20:28

બપોરે 12 થી 2 ના સમયગાળામાં ધરમપુરમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાલોડમાં 0.43 ઇંચ, પારડીમાં 0.39 ઇંચ, સોનગઢમાં 0.31 ઇંચ, ઉકાઈમાં 0.28 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-08-17 13:13:08

ધરમપુરના ઉકતા ગામના ડુંગર પરથી સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા સ્થિત ઉકતા ગામ નજીક આવેલા ડુંગરાળ વિસ્તારમાંથી સાળી અને બનેવીના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોએ ડુંગર પર બંનેના મૃતદેહ લટકતા જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

2026-08-17 12:32:15

ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ, 13 લોકો ઘાયલ

ઉજ્જૈનઃ શ્રાવણ મહિનાના ત્રીજાસ સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભીડ વધારે રહેતી હોય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. વર્ષમાં માત્ર એક જ વખત ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન કરવામાં આવેલા ભક્તોમાં નાસભાગ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ નાસભાગમાં 13થી વધારે લોકો ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

2026-08-17 12:19:29

સવારથી બપોર સુધીમાં રાજ્યના એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નહીં

રાજ્યમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. પારડીમાં સૌથી વધુ 0.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉમરપાડામાં 0.71 ઇંચ, બારડોલીમાં 0.67 ઇંચ, ખેરગામમાં 0.55 ઇંચ, ધરમપુરમાં 0.51 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-08-17 10:58:02

દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરતના બારડોલીમાં 0.47 ઇંચ, ઉમરપાડામાં 0.39 ઇંચ, નાનાપોંઢામાં 0.35 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-08-17 10:05:12

શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 462 રનમાં ઓલઆઉટ

ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારત પ્રથમ ઈનિંગમાં 462 રનમાં ઓલઆઉટ થયું હતું. પડિક્કલે સર્વાધિક 167 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જયસૂર્યાએ 109 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

2026-08-17 08:26:58

લખીસરાયમાં અશોક ધામ મંદિર સંકુલમાં ભાગદોડ, સાત લોકોના મોત

લખીસરાય: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા અશોક ધામ મંદિર પાસે ભાગદોડ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્રીજા સોમવારે લખીસરાય જિલ્લામાં અશોક ધામ મંદિર સંકુલ પાસે થયેલી ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મોત અને ડઝનબંધ ઘાયલ થવાની આશંકા છે. આ શુભ દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા માટે ભક્તો મંદિરમાં એકઠા થયા હતાં. સાત મૃતકોમાં મોટાભાગે મહિલાઓ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ટ

2026-08-17 08:24:45

શ્રાવણના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ સહિત રાજ્યભરમાં આવેલા તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.