Sun May 31 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 31 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-31 08:28:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-31 08:29:21

દિલ્હી ઇમારત ધરાશાયી થતા બે મેડિકલ વિદ્યાર્થીના મોત

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ સેન્ટર કાર્યરત હતું, જ્યારે ઉપરના માળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટનાથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ અને NEET-PG ની તૈયારી કરી રહેલા લોકો સહિત ઘણા યુવા ડૉક્ટરો પ્રભાવિત થયા છે. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. જસવંતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 થી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.