દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ટ્રીશા-ગાયત્રી સેમિમાં, વર્લ્ડ ચૅમ્પિયનશિપનું મેડલ પાક્કું કર્યું
પાટનગર દિલ્હીમાં ચાલી રહેલી બૅડ્મિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતની ટ્રીશા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ મહિલા ડબલ્સમાં ક્વૉર્ટર ફાઇનલ જીતીને દેશ માટે એક મેડલ પાક્કું કરી લીધું છે. તેઓ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હોવાથી હવે ભારતને તેમના તરફથી એક ચંદ્રક તો મળશે જ. ટ્રીશા-ગાયત્રીએ ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જિઆ યી ફાન અને ઝાન્ગ શુ શીઆનની જોડીને 16-21, 21-15, 21-13થી હરાવી દીધી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નહોતો. વસોમાં સૌથી વધારે 0.43 ઇંચ વરસાદ પડ્યો હતો. ગરબાડામાં 0.39 ઇંચ, ડાંગમાં 0.31 ઇંચ, મહેમદાબાદમાં 0.31, જેતપુરમાં 0.24 ઇંચ વરસાદ પડ્યો હતો.
પેરુના દક્ષિણ એન્ડીઝ પર્વતીય ક્ષેત્રમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
પેરુના દક્ષિણ એન્ડીઝ પર્વતીય ક્ષેત્રમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. USGS ના અહેવાલ અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે 1:00 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ આયાકુચો પ્રદેશના પેરિનાકોચાસ પ્રાંતના ઉપાહુઆચો શહેરથી 38 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 66.7 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. જોકે, જાનહાનિ કે નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી.