નવી દિલ્હીઃ દેશમાં સતત અને સખત રીતે વધી રહેલા ખાંડના ભાવને લઈ હવે કોંગ્રેસે સરકાર સામે સવાલ ઊઠાવ્યા છે. કોંગ્રેસના કદાવર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ખાંડમાં વધેલા ભાવને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યા છે.આ સમગ્ર વિષય પર ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવીયાએ જવાબ આપ્યો છે કે, ખાંડની કિંમત, સ્ટોક અને આયાતને E20 સાથે જોડી દેવું એ એક સુવિધાભરી રાજનીતિ છે. કોઈ આંકડા આ અંગે કોઈ ખાતરી આપતા નથી. આ સમગ્ર કિસ્સામાં 9 વર્ષમાં સૌથી ઓછો સ્ટોક આ વખતે ખાંડનો જોવા મળ્યો છે. 10 લાખ ટન આયાતને લઈ સ્પષ્ટતા કરી કે,આનો નિર્ણય શુગર બેલેન્સ સાથે થાય છે.
પ્રશર અસલી કારણ છે
ઉત્પાદન, ઉપયોગ, સ્ટોક અને કિંમત સાથે E20ને ક્નેક્ટ કરવું યોગ્ય નથી. E20થી આ બધા પાસા નક્કી થતા નથી.આ વર્ષના શરૂઆતના ઉત્પાદનમાં આશરે 349 લાખ ટન સ્ટોક હતો, જે હવે ઘટીને 280 ટન રહી ગયો છે. ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. સ્થિર આવક, ઉપયોગ અને ઘટી રહેલા ક્લોઝિંગ સ્ટોકનું પ્રેશર અસલી કારણ છે. એવામાં ડોમ્સ્ટિક ઉત્પાદન તથા કિંમતને કંટ્રોલ કરવા માટે આયાતને સંતુલિત કરવી એ નીતિગત પ્રક્રિયા છે.
દેશમાં ખાંડના વધતા ભાવ અને તહેવારોની મોસમ પહેલાં સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની મંજૂરી આપવાની સાથે મોટા વેપારીઓ અને ઉદ્યોગો માટે સ્ટોક મર્યાદા પણ નક્કી કરી દીધી છે. દેશમાં ખાંડનો વપરાશ, ઉત્પાદન અને આ નિર્ણયથી સામાન્ય જનતા પર શું અસર પડશે તેની… pic.twitter.com/H6hZfpLcAN
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 22, 2026
કિંમત પર પ્રેશર, ઉત્પાદન તથા સ્ટોકમાં ઘટાડો થયો એ નોંધપાત્ર બાબત છે. E20 પર આ બધા વિષયોનું ઠીકરુ ફોડવું એ આંકડાકીય માહિતીની વિરૂદ્ધમાં છે. ખાંડની અછત હોવા છતાં શેરડીને E20 ઉત્પાદન તરફ કેમ વાળવામાં આવી રહી છે તે પ્રશ્નના જવાબમાં, અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, ખાંડની ખાધ E20 ને આભારી છે તે ખોટું છે. ભારત E20 ના આગમન પહેલા ઘણા સમય પહેલા ખાંડની આયાત કરી રહ્યું હતું.
त्योहारों से पहले चीनी की मिठास में मोदी सरकार की नीतियों की कड़वाहट घुल गई है।
— Mallikarjun Kharge (@kharge) August 22, 2026
मोदी सरकार से 3 सीधे सवाल:
1. दुनिया के बड़े चीनी उत्पादक और निर्यातक भारत में आज चीनी का स्टॉक 9 साल के निचले स्तर पर क्यों है? नौबत निर्यात रोकने और 10 लाख टन चीनी duty-free आयात करने तक कैसे… pic.twitter.com/hO9wLYgVWN
ખાંડની આયાત કરવામાં આવી
UPA-II કાર્યકાળ દરમિયાન (2009-10 થી 2013-14), 75.25 LMT ખાંડની આયાત કરવામાં આવી હતી - જેમાં 2009-10 માં 41.8 LMT ની આયાત કરવામાં આવી હતી - તે સમયે જ્યારે E20 એક પરિબળ પણ નહતું. બધી આયાત સ્થાનિક વપરાશ માટે નથી. કાચી ખાંડનો એક ભાગ ખાસ કરીને પ્રક્રિયા અને પુનઃનિકાસ માટે આયાત કરવામાં આવે છે.આ સમગ્ર વિષય પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે,ખાંડની મીઠાશમાં મોદી સરકારની પોલિસીની કડવાશ ઘુસી ગઈ.
દુનિયાના સૌથી મોટા ખાંડ ઉત્પાદક અને નિકાસકાર ભારતમાં આજે ખાંડનો સ્ટોક 9 વર્ષમાં સૌથી ઓછો છે. આવું કેમ? એવી નોબત શા માટે આવી કે નિકાસ રોકવી પડી અને દસ લાખ ટન ખાંડ પરની આયાત ડ્યૂટી સુધી કેવી રીતે પહોંચી?માત્ર ત્રણ મહિનામાં 40 ટકા ખાંડ મોંઘી ગઈ થઈ છે. તહેવારના દિવસોમાં ખાંડના કારણે મોંધવારી વધારે વધી ગઈ છે. આ માટે જવાબદાર કોણ? જ્યારે દેશમાં ખાંડની અછત છે અને સરકાર વિદેશથી મંગાવી રહી છે તો આ E20માં અનાજ અને શેરડીનો વપરાશ કરવા મુદ્દે સરકાર સમીક્ષા કેમ નથી કરતી.