Fri Sep 04 2026

Logo

ઇસરો હવે નહીં બનાવે કોઇ રોકેટ, પ્રાઇવેટ સેક્ટર સંભાળશે આ કામ

2026-08-22 14:31:11
Author: Mumbai Samachar Team
ઇસરો હવે નહીં બનાવે કોઇ રોકેટ, પ્રાઇવેટ સેક્ટર સંભાળશે આ કામ

ભારતના સ્પેસ સેક્ટરમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. ઇસરો હવે જાતે રોકેટ બનાવવાનું કામ ધીમે ધીમે બંધ કરશે. ભવિષ્યમાં રોકેટ બનાવવાની જવાબદારી ખાનગી કંપનીઓ અને કેટલીક સરકારી કંપનીઓ સોંપવામા આવશે. IN-SPACeના ચેરમેન પવન ગોયન્કાએ જણાવ્યું કે ઇસરો હવે રિસર્ચ, નવી ટેક્નોલોજી, વૈજ્ઞાનિક મિશન અને જરૂરી સ્પેસ સિસ્ટમ પર વધુ ધ્યાન આપશે. આ ફેરફારનો હેતુ દેશમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવી અને સ્પેસ સેક્ટરને ઝડપથી આગળ વધારવાનું છે. 

પવન ગોયન્કાએ કહ્યુ કે આવનારા સમયમાં ઇસરો કોઇ રોકેટ જાતે નહીં બનાવે. રોકેટ બનાવવાનું કામ પ્રાઇવેટ સેક્ટર કે PSUને આપવામાં આવશે. આની શરૂઆત SSLVથી થઇ ચુકી છે.  

PSLV અને LVM3 પણ ખાનગી કંપનીઓને મળી શકે છે

PSLV ભારતના સૌથી વધુ ઉપયોગમાં આવનારા રોકેટો પૈકી એક છે.. તો LVM3 દેશનું સૌથી તાકતવર ઓપરેશનલ રોકેટ છે. આવનારા સમયમાં આ બન્ને બનાવવાનું કામ પણ ખાનગી કંપનીઓને આપવામાં આવી શકે છે. આ વખતે સરકારી કંપનીએને આ પ્રક્રિયામાં સામેલ નહીં કરવામાં આવે.

ઇસરોએ 120 ટેકનીક ખાનગી સેક્ટરને આપી

પવન ગોયન્કાના જણાવ્યા અનુસાર ઇસરો અત્યાર સુધી અંદાજે 120 ટેકનીક ખાનગી કંપનીઓને આપી ચૂક્યું છે. આ ટેકનીકનો ઉપયોગ કંપનીઓ પોતાની પ્રોડક્ટ અને સેવાઓમાં કરી શકે છે. સરકાર એક નવા લોન્ચ સેન્ટરનું કામ પણ ખાનગી કંપનીઓને આપવાની તૈયારી કરી રહી છે. તેનો ઓપરેટર આવતા ચારથી પાંચ મહિનામાં નક્કી થઇ શકે છે.

2033 સુધી 44 અબજ ડોલરની સ્પેસ ઇકોનોમી

ભારત પોતાની સ્પેસ ઇકોનોમીને પણ વધારવા માંગે છે. હાલ દેશની સ્પેસ ઇકોનોમી અંદાજે 8 અબજ ડોલરની છે. સરકારનું લક્ષ્ય તેને 2033 સુધી 44 અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે.

એટલે કે આવનારા સમયમાં ઇસરોનું મુખ્ય કામ રોકેટ બનાવવાના બદલે નવી ટેકનીક અને વૈજ્ઞાનિક મિશન પર રહેશે. તો રોકેટ અને સેટેલાઇટ બનાવવાનું કામ ધીમે ધીમે ખાનગી કંપનીઓના હાથમાં જતું રહેશે. આનાથી ભારતના સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ કંપનીએની ભૂમિકા વધુ વધી શકે છે.