Sat Aug 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:22 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-22 07:30:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-22 09:11:33

બાંગ્લાદેશ 64 રનમાં તંબુ ભેગું

ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચનો આરંભ થયો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશ માત્ર 64 રનમાં ખખડી ગયું હતું. 11મા ક્રમે રમવા આવેલા શોરિફૂલ ઈસ્લામે સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના ચાર બેટ્સમેનો ખાતું પણ ખોલી શક્યા નહોતા. મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ લીધી હતી.

2026-08-22 08:20:52

મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર સૈન્યની એરસ્ટ્રાઈકમાં 14 નિર્દોષ લોકોનાં મોત

મ્યાનમારની સેના દ્વારા શુક્રવારે મધ્ય સાગાંગ વિસ્તારમાં આવેલા એક બૌદ્ધ મઠ પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ મઠમાં ચાલી રહેલા એક સપ્તાહના 'મેડિટેશન કેમ્પ' પર ફાઇટર જેટ દ્વારા બોમ્બ ફેંકવામાં આવતા 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મ્યાનમાર દેશમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે સામાન્ય નાગરિકો પર થઈ રહેલા આવા જીવલેણ હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે.

2026-08-22 07:46:58

રશિયાએ યુક્રેનના ક્રિવી રીહ શહેર પર કર્યો મોટો હુમલો, 14 લોકોના મોત

રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રીહમાં એક શોપિંગ મોલ પર મોટો હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે, આ ભીષણ હુમલામાં 14 યુક્રેનિયનોના મોત થયાના અહેવાલો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મધ્ય યુક્રેનિયન શહેર ક્રિવી રીહમાં એક શોપિંગ સેન્ટર પર રશિયન ડ્રોન હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.